Advertisement
Author: નોબત સમાચાર

અમૃત વર્ષમાં જનતા જનાર્દનના વિશ્વાસને સાકાર કરતું, દરેક વર્ગને આવરી લેતું કેન્દ્રીય અંદાજપત્ર

સંસદ સભ્ય પૂનમબેન માડમનો પ્રતિભાવઃ

જામનગર તા. ર૪: કેન્દ્ર સરકારના વર્ષ-ર૦ર૪ના અંદાજપત્રને આવકારી જામનગરના સંસદ સભ્ય પૂનમબેન માડમે બજેટ અંગેના પ્રતિભાવમાં જણાવ્યું છે કે કેન્દ્રમાં સતત ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રચાયેલી સરકારના પ્રતિસાદ રૂપે જનતા જનાર્દનના વિશ્વાસને સાકાર કરનારૂ, દરેક વર્ગને આવરી લેતું અને અમૃતવર્ષમાં ઐતિહાસિક જોગવાઈઓ સાથેનું વિકાસલક્ષી બજેટ છે.

ઉર્જા-ટેકનોલોજી-શિક્ષણ-કૌશલ્ય અને રોજગાર-ઔદ્યોગીક ઉદારીકરણ-ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી-ગ્રામ્ય અને શહેરી વિકાસ-મહિલા ઉત્કર્ષ, ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર જોગવાઈઓ સાથેના દુરંદેશી બજેટ છે.

વિકસીત ભારતનો ભવ્ય પથ કંડારતા અને ગરીબો-મહિલાઓ-યુવા અને અન્નદાતા કેન્દ્રીત બજેટ અંગે જણાવ્યું છે કે એક તરફ ભારતના બજેટ ઉપર સમગ્ર વિશ્વની નજર હોય છે. તેમજ ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ કદમ માંડી ચુક્યું છે, ત્યારે વિશ્વની સરખામણીએ આપણા રાષ્ટ્રને આગવી ઓળખ સ્થાપીત કરનારૂ આ બજેટલ છે. પરંપરાગત અને બિનપરંપરાગત, ઉર્જા તેમજ હરણફાળ ભરતી ટેકનોલોજીની અવિરત પ્રગતિ સાથે-સાથે ભારતના ભાવિને મક્કમતા સાથેના દિશા નિર્દેશ આપતું વૈવિધ્યતા સભર શિક્ષણ અને કૌશલ્ય તાલીમમાં રોજગારીની નવી તકોનું નિર્માણ કરતા આ બજેટમાં ઔદ્યોગીક ઉદારીકરણ પરંપરાગત પ્રાકૃતિક ખેતી આધુનિક ખેતીની દિશામાં ભારતના ખેડૂત (અન્નદાતા)માટે ઉપજ અને આવકની દિશાઓ અને દ્વાર ખોલતું આ બજેટ છે. તેમજ ભારતનો આત્મા ગામડામાં વસતો હોય ગ્રામ્ય સ્તરે સર્વાંગી વિકાસ અને નગરોની સમાંતર જ માળખાકીય સુવિધાઓ સાથે વિકાસવાની તકો અને સમયની માંગ મુજબ શહેરી વિસ્તારોના હજુય ઝડપી વિકાસ કરવા નોંધપાત્ર નાણાંકીય જોગવાઈઓ સાથેના આ બજેટમાં મહિલા ઉત્કર્ષ, હાઈ-વે, સડક સાથે સાથે દરેક કનેકટીવીટીનો રોડમેપ અને જુદા જુદા પરીવહન માટે ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની તકો સાથેના આ બજેટમાં દુરંદેશીતાનું દર્શન થાય છે. સામાન્ય વર્ગના સપના સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વ્યાપ વધારાયો છે, તો નોકરીયાત વર્ગને આવકવેરાનું ભારણ ન રહે તે મુજબના ઈન્કમટેક્સના સ્લેબની દરખાસ્ત સાથે ટીડીએસ બાબતે કોઈ આકરા પગલા નાબુદ કરતું આ અંદાજપત્ર દેશના નાગરીકો પ્રત્યેની સંવેદનાની કટીબદ્ધતા વ્યક્ત કરનારૂ છે.

કેન્દ્રીય બજેટ-ર૦ર૪-રપ દેશનો વિકાસ-પ્રગતિ અને સ્થિરતા સાથે જન-જનના સપના સાકાર કરવાનું સુનિશ્ચિત કરશે. વૈશ્વિક સ્તરે ભારતના ખેતી-રોજગાર-ઉત્પાદન-શિક્ષણ, ખેતી સહિત દરેક ક્ષેત્રમાં સંશોધન-આરોગ્ય-મહિલા ઉત્કર્ષ ટેક્સ, ઉદારીકરણ સહિતના ક્ષેત્રોમાં સૌના વિશ્વાસને પ્રતિપાદીત કરતા પ્રોત્સાહક, આદર્શ અને સમર્થ બજેટ છે.

છેલ્લા એક દાયકામાં નાગરિકોના જીવનમાં જ સ્થિરતા અને પ્રગતિ સાથે સુખાકારીનું સિંચન થયું છે એ જ દિશામાં જનજનના જીવનના દરેક આયામો, રાષ્ટ્રની પ્રગતિના માપદંડ તેમજ ઉત્પાદકતાની અગાધ તકોની વૈશ્વિક સ્તરે સ્પર્ધા થાય તે દિશા માટેની સર્વાંગી જોગવાઈઓ સાથેનું આ બજેટ લેન્ડ માર્ક પુરવાર થશે તેવો વિશ્વાસ પૂનમબેન માડમે વ્યક્ત કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh