Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને
ખંભાળીયા તા. ર૪: જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર ગત બેઠકમાં અપાયેલ સૂચનાના અમલીકરણની સમીક્ષા કરી હતી તેમજ કલેકટરએ ભારે વરસાદને પગલે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી પ્રવાહને કારણે બંધ થયેલા માર્ગો પર સલામતીની વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત રાખવા માટે સૂચના આપી હતી. વધુમાં વિવિધ જગ્યાઓએ રસ્તાઓને થયેલ નુકસાન, ભરાયેલ પાણીના નિકાલ તેમજ કામગીરીને લગતા વિવિધપ્રશ્નો અને જરૂરિયાતો સંદર્ભે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ભારે વરસાદને પગલે કોઈ જાનહાનિ કે અકસ્માત ન થાય તે માટે જરૂરી પગલાઓ લેવા તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર ભુપેશ જોટાણીયા, સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial