Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેન્દ્રીય અંદાજપત્ર અંગે પ્રતિભાવ
જામનગર તા. ર૪: કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કરેલા કેન્દ્રીય અંદાજપત્ર-ર૦ર૪-રપ અંગે જામનગરના જાણીતા એડવોકેટ (ટેક્સ કન્સલ્ટન્ટ) નિરવભાઈ વડોદરીયાએ તેમના પ્રતિભાવમાં જણાવ્યું છે કે, આ બજેટમાં દરેક ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
આ બજેટમાં શહેરી વિકાસ, કૃષિ ઉત્પાદનમાં સ્થિતિસ્થાપકતા, રોજગાર, મહિલા નવિનતા અને સંશોધન એમ બધા ક્ષેત્ર ઉપર ભાર મૂકેલ છે. બજેટમાં વધારાના રોજગાર માટે ૩ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં ૧,૦૦,૦૦૦ સુધીના પગાર સાથે સૌપ્રથમ વખત કર્મચારી માટે ૧પ,૦૦૦ સુધીના એક મહિનાના વેતનનો સમાવેશ થાય છે. આર્થિક વૃદ્ધિના મૂળમાં નોકરીઓ કૌશલ્ય અને શિક્ષણ હોય છે, અને આ ત્રણેય માટે બજેટમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ર લાખ કરોડના કેન્દ્રીય ખર્ચ સાથે આ વર્ષે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે ૧.૪૮ લાખ કરોડની જોગવાઈ કરેલ છે. મહિલા સશક્તિકરણ ઉપર ભાર મૂકેલ છે. મહિલાઓની વિવિધ યોજના માટે ૩ લાખ કરોડ ફાળવેલ છે.
ભારતનો આર્થિક વિકાસ ચમકતો અપવાદ બની રહ્યો છે અને આવનારા વર્ષોમાં પણ એવો જ રહેશે. ભારતનો ફૂગાવો ૪% સ્થિર લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. જે અર્થતંત્ર માટે સારી નિશાની છે. બજેટમાં સામાજિક ન્યાય, ઈન્ફ્રાસ્ટકચર, ઈનોવેશન અને નેકસ્ટ જનરેશનના સુધારાને પ્રાથમિકતા આપેલ છે. બિહારમાં રોડ અને રસ્તા માટે ર૭,૦૦૦ કરોડની દરખાસ્ત કરીને બિહારમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારાની દિશામાં પગલું ભરેલું છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના વિકાસ માટે પૂર્વોદય યોજના પડી છે.
ઉદ્યોગોને રોજગારી માટે પ્રોત્સાહનો નવી રોજગારીને વેગ આપશે. ઉચ્ચ શિક્ષણ માટે ૧૦ લાખ સુધીની લોન સહાયની જાહેરાત શિક્ષણ માટે સારી બાબત છે. વડાપ્રધાનના પેકેજના ભાગરૂપે રોજગાર સંબંધિત પ્રોત્સાહનો માટે ત્રણ યોજના જાહેર કરેલ છે. આંધ્રપ્રદેશમાં શહેરોના વિકાસ માટે સરકાર વિશેષ નાણાકીય સુવિધા આપશે. રોજગાર અને કૌશલ્ય માટે પ૦૦ થી વધુ કંપનીમાં ૧ કરોડ યુવાનો માટે ઈન્ટર્નશીપ યોજના જાહેર કરી છે. જેમાં ઈન્ટર્નશીપ ભથ્થા તરીકે રૂા. પ૦૦૦ અને રૂા. ૬૦૦૦ ની એક વખતની સહાય મળશે.
એમએસએમઈ ઉપર પણ ધ્યાન આપેલ છે. એમએસએમઈ લોનની મર્યાદા ૧૦ લાખથી વધારીને ર૦ લાખ કરેલ છે તથા આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની વસ્તુ વેંચી શકે એ માટે પીપીપી મોડમાં ઈ-કોમર્સ નિકાસ હબ સ્થાપિત કરવામાં આવશે.
ડિજિટલ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટક્ચર માટે પ્રોત્સાહન આપવામાં આવશે. પી.એમ. આવાસ યોજના હેઠળ ર.૦૧ કરોડ લોકોને આવાસની જરૂરિયાત પૂરી કરાશે. ઔદ્યોગિક કામદારોને પીપીપી મોડમાં ડોરમેન્ટરી પ્રકારના રેન્ટલ હાઉસની સુવિધા આપવામાં આવશે. ગ્રામિણ વિકાસ માટે ર.૬૩ લાખ ફાળવ્યા છે.
આગામી પ વરસમાં ૪.૧ કરોડ યુવાનોને રોજગારી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે.
સોલાર પેનલ યોજના હેઠળ ૧ કરોડ ઘર માટે દર મહિને ૩૦૦ યુનિટ વીજળી મફતની સુવિધા આપવામાં આવશે. સ્થાનિક સંસ્થાઓમાં પણ ઉચ્ચ શિક્ષણ માટે ૧૦ લાખ સુધી લોનની વ્યવસ્થા કરવામાં આવશે. ર૦ર૪-રપ માં રાજક્રોષીય ખાધ જીડીપીના ૪.૯ ટકા હોવાનો અંદાજ છે જે ૪.પ ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખેલ છે.
ટેક્ષની વાત કરીએ તો સોના ચાંદી ઉપર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને ૬ ટકા અને પ્લેટીનમ ઉપર ૬.પ ટકા કરવાની દરખાસ્ત છે. મોબાઈલ ફોન અને ચાર્જરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડીને ૧પ ટકા કરવાની દરખાસ્ત છે. ઈન્કમ ટેક્ષ હેઠળ જો નવી કર પ્રણાલી સ્વીકારેલ ોહય તેઓને સ્ટાન્ડર્ડ ડીડકશન પગારદાર માટે પ૦,૦૦૦ થી વધારીને ૭પ,૦૦૦ કરેલ છે તથા ૩ લાખ સુધીની આકવ ઉપર નીલ ટેક્ષ ૩ લાખથી ૭ સુધીની આવક પ ટકા ૭ થી ૧૦ લાખ સુધીની આવક ઉપર ૧૦ ટકા ૧૦ થી ૧ર લાખ સુધીની આવક ઉપર ૧પ ટકા અને ૧ર થી ૧પ લાખ સુધીની આવક ઉપર ર૦ ટકા અને ૧પ લાખથી વધુની આવક ઉપર ૩૦ ટકાની ટેક્ષની કરેલ છે. જેના કરદાતાઓએ નવી ટેક્ષ પ્રણાલી સ્વીકારેલ હોય તેના ઉપર ખૂબ ફાયદાકારક છે. સરકારે એક ખૂબ પ્રોત્સાહિત પગલું ભરેલ છે. જે એન્જલ ટેક્ષ નાબુદ કર્યો જેથી સ્ટાર્ટઅપ માટે ફાયદો થશે. ટેક્ષ અપીલ ફાઈલ માટે આઈટીએટી માટે ૬૦ લાખ હાઈકોર્ટ માટે ૧ કરોડ અને સુપ્રિમ કોર્ટ માટે પ કરોડ કરેલ છે. જેથી લીટીગેશનમાં ઘટાડો થશે. ઈ કોમર્સ ઓપરેટરો માટે ટીડીએસ ૧ ટકાથી ઘટાડીને ૦.૧ ટકા કરેલ છે. તા. ર૩-૭-ર૪ થી અમલી બને તેવા સુધારામાં શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ ૧પ ટકા થી વધારીને ર૦ ટકા, લોગ ટર્મ કપીટલ ગેઈન ટેક્ષ ૧ર.પ ટકા, ગોલ્ડ અને અન્ય કેપીટલ વસ્તુઓ ઈન્ડેકશનનો લાભ નહિં., બધી કેપીટલ એસેટ્સ માટે શોર્ટ ટર્મ અને લોગ ટર્મ ૧ર મહિના લેખે ગણતરી થશે.
લીસ્ટેડ નાણાકીય એસેટ ૧ર મહિના પછી વેંચવામાં આવે એટલે તે લોગ ટર્મ ગણાશે. તદ્દઉપરાંત ભાગીદારોને જે કંઈ મહેનતાણું કે વ્યાજ કુલ રકમ ર૦,૦૦૦ કરતા વધુ ચૂકવાય તો ૧૦ ટકા ટીડીએસ લાગશે. ફેમીલી પેન્શનનું ડીડકશન ૧પ કે થી વધારીને રપ કે કરેલ છે જેથી પેન્શનરોને લાભ થશે. ઈન્સ્યોરન્સ એજન્ટનું કમિશન, લોટરી, બ્રોકરેજ, ભાડું, ઈન્ડિવીજયલ વ્યક્તિ કોન્ટ્રાકટરને પ૦,૦૦૦ કરતા વધુ રકમ આપે તો પ ટકાથી ઘટાડીને ટીડીએસ ર ટકા કરેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial