Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ર૪: કેન્દ્રીય બજેટમાં મુકેશ અંબાણીએ ૧૯૦૦૦ કરોડનું નુકસાન થતાં રોકાણકારો ચિંતામાં છે.
શેરબજાર અને દેશની મોટી કંપનીઓના શેર ઘટવા લાગ્યા છે. હા મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને બજેટની જાહેરાત પહેલા ૧૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. સેન્સેકસ સતત બીજા દિવસે ઘટી રહ્યો છે. કંપનીના શેર ૩૦૦૦ રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહ્યા છે. જો નિષ્ણાતોનું માનીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સોમવારની જેમ મોટો ઘટાડો જોવા મળી શકે છે. એક દિવસ પહેલા રિલાયન્સના શેર સાડા ત્રણ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા અને કંપનીના વેલ્યુએશનમાં રૂપિયા ૭૩ હજાર કરોડથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
બજેટની થોડી મિનિટો પહેલા જ શેરબજારમાં દેશની સૌથી મોટી કંપનીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીના શેર ૦.૯૦ ટકા એટલે કે રૂા. ર૬.૮પ ના ઘટાડા સાથે રૂપિયા ર૯૭પ.ર૦ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેર પણ દિવસના નીચા સ્તરે રૂપિયા ર,૯૭૩ પર પહોંચી ગયા હતાં. જો કે, સવારે કંપનીના શેર રૂપિયા ૩૦૦૪.૯પ સાથે સકારાત્મક ફલેટ નોટ પર ખુલ્યા હતાં. એક દિવસ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ૩.પ૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જે બાદ કંપનીના શેર ૩૦૦૧.૧૦ રૂપિયા પર બંધ થયા
જો કંપનીના વેલ્યુએશનની વાત કરીએ તો બજેટ શરૂ થવાના ૩પ મિનિટ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ૧૯ હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. એક દિવસ પહેલા શેરબજાર બંધ થયું ત્યારે કંપનીનુ વેલ્યુએશન ર૦,૩૦,૪૮૮.૩ર કરોડ રૂપિયા ર૦,૧૧,૪૭૬.૩૮ કરોડે પહોંચ્યું હતું. મતલબ કે બજેટની ૩પ મિનિટ પહેલા કંપનીના વેલ્યુએશનમાં રૂા. ૧૯,૦૧૧.૯૪ કરોડનું નુકસાન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial