Advertisement
Author: નોબત સમાચાર

કાઠમંડુના ત્રિભૂવન એરપોર્ટ પર સૂર્યા એરલાઈન્સનું વિમાન ક્રેશઃ ૧૮ના મૃત્યુ

૫ોખરા જવા માટે ટેક-ઓફ કરતી વખતે જ આગના ગોળામાં ફેરાવાયું વિમાનઃ કરૂણ દૃશ્યો

કાઠમંડુ તા. ર૪: નેપાળના કાઠમંડુમાં ત્રિભૂવન એરપોર્ટ પરથી પોખરા જવા માટે ટેક-ઓફ કરતી વખતે જ સૂર્યા એરલાયન્સનું વિમાન ક્રેશ થઈ જતા ૧૮ ના મૃત્યુ થયા હોવાના અહેવાલો છે.

નેપાળના કાઠમંડુથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ત્રિભૂવન એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન એક વિમાન ક્રેશ થઈ ગયું. આ ઘટના બનતા જ વિમાન જાણે આગના ગોળામાં રૂપાંતરિત થઈ ગયું હતું.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં ૧૮ લોકોના મોત થયા છે, અને મૃત્યુઆંક વધવાની પણ શક્યતા છે. પ્લેનમાં કુલ ૧૯ લોકો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તેમાંથી પાયલોટને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે.

આ વિમાન સૂર્યા એરલાઈન્સનું હોવાનું સામે આવ્યું છે. કાઠમંડુમાં આવેલા ત્રિભૂવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી છે. આ વિમાન પોખરા માટે ઊડાન ભરી રહ્યું હતું. વિમાનમાં ફક્ત એરલાઈન્સનો ટેકનિકલ સ્ટાફ હોવાની માહિતી મળી રહી છે.

જો કે, તેમાં કોઈ મુસાફર મુસાફરી કરી રહ્યું નહોતું. આ માહિતી ખુદ એરપોર્ટના ઈન્ફર્મેશન ઓફિસરે આપી હતી.

વિમાન જેવું જ ક્રેશ થયું તો જાણે આગના ગોળામાં રૂપાંતરિત થઈ ગયું હતું અને એકાએક ધૂમાડાના ગોટેગોટા આકાશમાં સર્જાયા હતાં.

સૂત્રોના જણાવ્યાનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૮ લોકોના મોત થયા છે. વિમાનમાં કુલ ૧૯ લોકો સવાર હોવાની માહિતી મળી છે. હાલ રાહત અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વિમાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh