Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં વીજળી ત્રાટકતા આઠ અને તણાઈ જતા બે માનવીના મૃત્યુઃ ૪૫ પશુનો ભોગ

વર્ષાઋતુમાં આ વર્ષે અત્યાર સુધીમાં

જામનગર તા. ૨૪: જામનગર શહેર જિલ્લામાં ચાલુ વરસાદી સિઝનમાં આકાશી વીજળીથી ૮ માનવ મૃત્યુ થયા છે જ્યારે બે માનવના તણાઈ જવાથી મૃત્યુ થયા છે. જ્યારે ૪૫ પશુના વીજળીથી મૃત્યુ થયા છે તો એક પશુનું તણાઈ જવાથી મૃત્યુ થયું છે. જ્યારે બે કાચા-પાકા મકાનને નુકસાન થયું છે. માનવ મૃત્યુના ૧૦ માંથી ૮ કેસમાં ચાર-ચાર લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે.

જામનગર જિલ્લામાં ચાલુ વરસાદી મૌસમમાં આકાશી વીજળીએ કહેર મચાવ્યો છે અને ૮ લોકોના વીજળીથી મૃત્યુ થયા છે. તો બે લોકો વરસાદી પાણીમાં તણાઈ જતા મૃત્યુ થયા છે. જેમાં જામનગર (ગ્રામ્ય) ધ્રોલ, કાલાવડ અને જામજોધપુરના લોકોનો સમાવેશ થાય છે. આ તમામ ૧૦માંથી ૮ કેસમાં મૃતકના પરિવારને ચાર-ચાર લાખની સહાય ચૂકવી આપવામાં આવી છે.

આ ઉપરાંત કુલ ૪૬ પશુના મૃત્યુ થયા છે તેમાંથી વીજળીથી ૪૫ અને એક પશુનું તણાઈ જવાના કારણે મૃત્યુ થયું છે. જેમાં જામનગર (ગ્રામ્ય) કાલાવડ, ધ્રોલ, જામજોધપુરમાં તાલુકાના પશુનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત જામનગર શહેરના ચાર અને આમરા ગામના એક મળી પાંચ માનવીને વીજળી ત્રાટકતા ઈજા પહોંચી છે.

જ્યારે લાલપુરમાં એક અને જામનગર શહેરમાં એક મળી કુલ બે મકાનને નુકસાન થયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh