Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિસાન કોંગ્રેસના નેતાએ કરી આકરી ટીકા
ખંભાળીયા તા. ર૪: ગુજરાતના મુખ્યમંત્રીએ ઘડી ડીટરજન્ટ કંપનીમાં અધિકારીઓ સાથે યોજેલી બેઠક ચર્ચાસ્પદ ટીકાપાત્ર બની છે અને કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલીયાએ આકરી ટીકા કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે પૂર વરસાદની તારાજીનું હવાઈ નિરીક્ષણ કરવા આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દ્વારકાની ખાનગી કંપનીમાં અધિકારી પદાધિકારી સાથે બેઠક રાખતા ભારે ચર્ચા જાગી હતી તથા કોંગ્રેસ કિસાન દ્વારા વિરોધ વ્યકત થયો હતો.
દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પણ રસ્તાઓ તમામ મુખ્ય ચાલુ હોવાથી હવાઈ નિરીક્ષણને બદલે કાર કે રોડ પર ગામોમાં જઈ શકાય તેમ હોવા છતાં પૂર પીડિતોને રૂબરૂ મળવાના બદલે ઘડી ડીટરજન્ટની ખાનગી કંપનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારી પદાધિકારીને મિટિંગ માટે બોલાવ્યા દ્વારકામાં ત્યાંથી ૩૦ કિ.મી. દૂર હેલીપેડ સરકારી હોવા છતાં ઘડીમાં ઉતરાણા અગાઉ ડીમોલીશન હર્ષદનું જોવા આવ્યા ત્યારે પણ ઘડીમાં ઉતરાણ થયું હોય પ્રદૂષણ અંગેના વિવાદોમાં ઘેરાયેલી કંપનીમાં ખુદ સી.એમ. એક વર્ષમાં બે બે વખત આવતા હોય તેને સ્થાનિક તંત્ર કેમ બોલાવે ? ની સ્થિતિમાં કિસાન કોંગ્રેસ ગુજરાત પ્રમુખ પાલભાઈ આંબલીયાએ આ કંપની પ્રદૂષણના નિયમોનો ઉલાળિયો કરતી હોય, ગેરકાયદે દબાણ થયું હોય, સ્થાનિકોને રોજગારીના નિયમનો અમલ ના કરતી હોય, લઘુત્તમ વેતનધારાનો અમલ ના કરતી હોય પગલા લેવા માંગ કરી હતી અને સી.એમ.ને મળવા જવા પ્રયત્નો કર્યા હતાં પણ તેમની અટકાયત કરી અટકાવાયા હતાં. સી.એમ.ની દ્વારકા મુલાકાત ચર્ચાસ્પદ બની હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial