Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા.ર૭ અને ર૮ના વિવિધ કાર્યક્રમોઃ
જામનગર તા. ર૪: જામનગરના આંગણે તા. ર૭ અને તા. ર૮ એમ બે દિવસ માટે શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની મંગલ પધરામણી થશે. જેમાં તા. ર૭-૭ ના રાત્રે ૮ થી ૯-૩૦ વચનામૃત અને ગ્રુપ મિટીંગ અને રાત્ર ૯-૩૦ થી ૧૦-૩૦ હરિનામ સંકીર્તન અને શ્રીકૃષ્ણ ધ્યાનનો કાર્યક્રમ લેઉવા પટેલ સમાજ, રણજીતનગર, જામનગરમાં રાખવામાં આવ્યો છે. પ્રોગ્રામના અંતે અલ્પઆહારની વ્યવસ્થા કરવામાં આવી છે.
તા. ર૮-૭ના સવારે ૭-૩૦ થી ૮ પૂજ્યશ્રીના સ્વમુખેથી હરિનામ સંકીર્તન, સવારે ૯ વાગ્યે પૂજ્યશ્રી દ્વારા બ્રહ્મસંબંધની દિક્ષા આપવામાં આવશે. પૂજયશ્રીનું મુકામ સ્થળ સુરેશભાઈ પટેલ ગૃહે શિવમ-૧ રઘુવીર સોસાયટી, જનતા ફાટક પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે. રાત્રે ૮ થી ૯-૩૦ વચનામૃત અને ગ્રુપ મિટિંગ, રાત્રે ૯-૩૦ થી ૧૦-૩૦ હરિનામ સંકીર્તન અને શ્રી કૃષ્ણ ધ્યાનનો કાર્યક્રમ સરદાર પાર્ક-ર, શેરી નં.૧ રણજીતસાગર રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. બ્રહ્મસંબંધ, ઠાકુરજી પુષ્ટ અને પૂજયશ્રીની પધરામણી માટે મો. ૭૦૧૬૪ ર૪ર૬૦ મો. ૯૩ર૮૦ ૦ર૦૦૬નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial