Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે વધુ બન્ને દર્દી દાખલ કરાયા હતાં:
જામનગર તા. ર૪: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો સતત વ્યાપ વધી રહ્યો છે, અને નવા નવા દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. ગઈકાલે વધુ બે દર્દીઓને ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જેમાં બન્ને શંકાસ્પદ દર્દીના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં ચાંદીપુરાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દરમિયાન કાલાવડના નિકાવાના દર્દીઓ રાજકોટની હોસ્પિટલમાં દાખલ છે. તેનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ મળ્યો હતો. જ્યારે જામનગરના ગુલાબનગર અને લાલપુર પંથકના એક-એક મળી કુલ બે બાળ દર્દીઓને ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
અગાઉ ચાર દર્દીઓ સારવાર હેઠળ હતા તે તમામના રિપોર્ટ નેગેટીવ મળી ચૂક્યા છે, જ્યારે ગઈકાલે દાખલ થયેલા બન્ને દર્દીઓના (સેમ્પલ) નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા છે. જેના રિપોર્ટ મળ્યા નથી. જ્યારે અગાઉ આ કેસમાં એક બાળ દર્દીનું મૃત્યુ નિપજ્યું હતું જેનો રિપોર્ટ પછીથી પોઝિટિવ મળ્યો હતો. તો ગઈકાલે દાખલ થયેલા જામનગર જિલ્લાના લાલપુર પંથકના બાળ દર્દીનું આજે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જેનો રિપોર્ટ મળવાનો બાકી છે.
જ્યારે જામનગરના ગુલાબનગર વિસ્તારના બાળકનું પણ સારવારમાં મૃત્યુ થયું છે. આમ આજે એક જ દિવસમાં ચાંદીપુરાએ બે બાળકનો ભોગ લેતા આરોગ્ય વિભાગની દોડધામ વધી, જો કે બન્નેના રિપોર્ટ મળવાના બાકી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial