Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજય સરકારે ૫ાણી પહેલા પાળ બાંધી... સારૃં કહેવાય...!
ગાંધીનગર તા. ર૪: રાજ્યના નગરો-શહેરોમાં વસવાટ કરતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેે મહત્ત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત નગરપાલિકાઓને રસ્તાઓના રિપેરીંગ-રિસરફેસીંગ અને સારા માર્ગોની સુવિધા માટે કુલ ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારી આવા રસ્તાઓના રિસરફેસીંગ તથા રીપેરીંગ માટે કુલ રૂા. ૧૦૦ કરોડની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે. નગરો-શહેરોમા વસવાટ કરતાં લોકોને સારા રસ્તાની સુવિધા સાથે માર્ગ સલામતી મળે અને ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય એવો જનહિત ઉદ્દેશ્ય મુખ્યમંત્રીએ આ નાણાં ફાળવણીમાં રાખ્યો છે.
રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે શહેરો, નગરોના રસ્તાઓને થયેલું નુકશાન દુરસ્ત કરવા નગરપાલિકાઓ પોતાનું આગોતરું આયોજન અત્યારથી જ હાથ ધરી શકે તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાં ફાળવણી એડવાન્સમાં કરવાનો અભિગમ અપનાવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે શરૂ કરેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાં ફાળવ્યા છે. આ અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ૨૦૨૪-૨૫ના વર્ષ માટે શહેરી વિકાસ વિભાગે ૪૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટની જોગવાઈઓ કરેલી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫૭ નગરપાલિકાઓમાં રસ્તાના રિપેરીંગ-રિસરફેસીંગની કામગીરી ચોમાસું પૂરું થયે વહેલી તકે શરૂ થઈ શકે અને નાગરિકોને ત્વરાએ સારા સુવિધા યુક્ત માર્ગો ઉપલબ્ધ બને તે માટે નગરપાલિકાઓની કેટેગરી મુજબ કુલ ૧૦૦ કરોડ રૂપિયા ફાળવવાની અ નુમતિ આપી છે.
તદ્અનુસાર 'અ' વર્ગની ૨૨ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂા. ૧ કરોડની, 'બ' વર્ગની ૩૦ નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂા. ૮૦ લાખ, 'ક' વર્ગની ૬૦ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂા. ૬૦ લાખ અને 'ડ' વર્ગની ૪૫ નગરપાલિકાઓને પાલિકા દીઠ રૂા. ૪૦ લાખની સૂચિત ફાળવણી માર્ગોની મરામત વગેરે કામો માટે કરાશે. આ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં નગરપાલિકાઓને માર્ગ મરામત અને સુવિધાયુક્ત માર્ગો માટે કુલ ૮૧૦.૯૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial