Advertisement
Author: નોબત સમાચાર

બે આસામીને મેડિક્લેઈમની રકમ ચૂકવી આપવા ગ્રાહક તકરાર ફોરમનો આદેશ

બે વીમા કંપનીએ ક્લેઈમ ચૂકવવામાં કર્યા હતા ઠાગાઠૈયાઃ

જામનગર તા. ૨૪: જામનગરના એક મહિલાને મેડિક્લેઈમની રકમમાંથી કાપીને વીમા કંપનીએ રકમ ચૂકવતા અને એક આસામીનો ક્લેઈમ વીમા કંપનીએ ન ચૂકવતા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે બંને કિસ્સામાં વળતર ચૂકવી આપવા વીમા કંપનીઓને હુકમ કર્યાે છે.

જામનગરના જયોતિબેન ચેતનભાઈ ઝાખરીયા નામના મહિલાએ ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની પાસેથી મેડિ ક્લેઈમ પોલિસી મેળવી હતી. તે પછી બીમાર પડેલા આ મહિલાને મુંબઈમાં સારવાર લેવી પડી હતી. તેમાં રૂા.૪ લાખ ૪૦,૫૮૪નો ખર્ચ થયો હતો. તે રકમના બીલ અને સારવારના કાગળો વીમા કંપનીને આપવામાં આવ્યા હતા. તેમાંથી વીમા કંપનીએ રૂા.૧,૧૩,૮૪૭ કાપીને બાકી નાણા ચૂકવ્યા હતા.

તે રકમ વસૂલ મેળવવા જયોતિબેને ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. ફોરમે રૂા.૧ લાખ ૬ ટકાના વ્યાજ સાથે તથા ફરિયાદ ખર્ચ અને ત્રાસ બદલ રૂા.૮ હજાર અલગથી ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરના ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુ. કંપની પાસેથી યંગ સ્ટાર ગ્રુપ હેલ્થ પોલિસી મેળવી હતી. તે પોલિસીના સમયમાં સીડી પરથી ભગીરથસિંહને પડી જતાં ઈજા થઈ હતી. તેઓએ સારવાર પાછળ થયેલા ખર્ચ અંગે વીમા કંપનીને જાણ કરી હતી. તે ક્લેઈમ રદ્દ કરાતા ભગીરથસિંહે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. ફોરમે ક્લેઈમની રકમ રૂા.૧,૨૮,૦૦૦ છ ટકા તથા ફરિયાદ ખર્ચના રૂા.પ હજાર સાથે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. બંને કેસમાં ફરિયાદીઓ તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh