Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમગ્ર ગામમાં પ્રસરી અરેરાટીઃ
જામનગર તા. ર૪: જામજોધપુરના ગીંગણી ગામમાં એક ગર્ભવતી મહિલાને ગઈકાલે આંચકી આવી જતાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે આ મહિલાના પતિનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં ઈન્દિરા સોસાયટીમાં રહેતા ભાવનાબેન ભગવાનજી સોલંકી (ઉ.વ.૩૦) નામના પરિણીતાને સાત માસનો ગર્ભ હતો. તે દરમિયાન ગઈકાલે સવારે તેઓને આંચકી આવી હતી.
આ મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પતિ ભગવાનજી ગોરધનભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી છે. અપમૃત્યુ અંગે નોંધ કરી જામજોધપુરના જમાદાર આર.કે. કંડોરીયાએ આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial