Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કોલેરાના વધુ બે દર્દી ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં કરાયા દાખલઃ રોગચાળો બેકાબૂ

મનપાની આનુસાંગિક કામગીરી છતાં

જામનગર તા. ર૪: જામનગરમાં કોલેરાનો રોગચાળો પણ ધીમા પગલે વધી રહ્યા છે. ગઈકાલે વધુ બે દર્દીઓ કોલેરાની હડફેટમાં ચઢી જતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જામનગરમાં રોગચાળો ધીમા પગલે વકરી રહ્યો છે ત્યારે વરસાદની મોસમમાં સફાઈનો અભાવ, ગારા કીચડ અને કચરાનું સામ્રાજ્ય, સફાઈનો અભાવ, વગેરે સમસ્યાથી તાવ, મેલેરિયાના કેસો વધી શકે છે. જો તકેદારી રાખવામાં નહીં આવે તો વધુ રોચગાળો ફેલાઈ શકે છે.

દરમિયાન ગઈકાલે વધુ બે દર્દીઓ કોલેરાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં જામનગર શહેરમાં લગભગ ર૦ અને એક દરેડના મળી ર૧ દર્દીઓ સારવાર માટે આવી ચૂક્યા છે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા આનુસાંગિક કામગીરી કરવામાં આવી રહી છે, છતાં રોગચાળો કાબુમાં આવતો નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh