Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બફારો ઘટતા રાહતઃ ભેજનું પ્રમાણ ૬૩ ટકાઃ
જામનગર તા. ૧૧: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ર૦ ટકા ઘટીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા રહેતા જનતાએ બફારામાંથી રાહત અનુભવી હતી. મહત્તમ તાપમાન ૩૬.ર ડીગ્રી નોંધાયું હતું.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ મોટાભાગે ૮૦ ટકાથી વધુ રહેતા અસહાય બફારાથી પ્રજાજનો આકૂળ-વ્યાકૂળ થઈ ગયા હતાં, પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં ર૦ ટકા ઘટીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા રહ્યું હતું. ભેજના પ્રમાણમાં થયેલા ઘટાડાના પગલે બફારામાં પણ ઘટાડો થતા જનતાએ રાહત અનુભવી હતી. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૬.ર ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૭ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપમા પણ ઘટાડો થયો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial