Advertisement
Author: નોબત સમાચાર

ભાયુભાગમાં મળેલી મિલકત સિવાય અન્ય મિલકતમાં વારસ હક્ક ન માંગી શકે

ખીજડિયાની જમીન અંગે અદાલતમાં થયો હતો દાવોઃ

જામનગર તા. ૧૧: જામનગરના ખીજડિયા ગામમાં આવેલી એક જમીનમાં પોતાનો ભાગ હોવાની રજૂઆત સાથે એક આસામીએ અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો રદ્દ થતાં ઉપરની અદાલતમાં અપીલ કરાઈ હતી. તે અપીલ પણ અદાલતે રદ્દ કરી છે.

જામનગર તાલુકાના ખીજડિયા ગામના ભીમજીભાઈ દેવાભાઈ ભંડેરીએ પોતાના માતા અમૃતબેન તથા અન્ય ભાઈ-બહેનો સામે ખીજડિયા ગામમાં આવેલી રે.સ.નં.૧૧૬ પૈકીની જમીનમાં પોતાનો હિસ્સ હોવાનું જણાવી કોર્ટમાં દાવો નોંધાવ્યો હતો.

વાદીના પિતા દેવાભાઈ જીવિત હતા ત્યારે તેઓએ હૈયાતીમાં ભાયુભાગ કરી અન્ય જમીન પોતાના પુત્રોને આપી દીધી હતી અને રે.સ.નં.૧૧૬ પૈકીની જમીન પત્ની અમૃતબેનને વીલથી આપી હતી. તેમાં ભાગ મેળવવા દાવો કરાયો હતો. તે દાવો રદ્દ થતાં ભીમજીભાઈએ જિલ્લા અદાલતમાં અપીલ કરી હતી. તે અપીલ પણ અદાલતે રદ્દ કરતા ઠરાવ્યું છે કે, અગાઉ ભાયુભાગ મેળવનાર વારસ બાકીની મિલકતમાં હિસ્સો મેળવવા હક્કદાર નથી. આ કેસમાં અન્ય વારસો વતી વકીલ બી.એન. શેઠ, નિશ શેઠ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh