Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત સરકારની ડિજિટલ પહેલ સાથે ભારતની ફાઈનાન્સિયલ ઈકો-સિસ્ટમમાં છેલ્લા થોડા વરસોમાં એક મોટું પરિવર્તન આવ્યું છે. આસ્ક કેપિટલના તાજેતરના રિપોર્ટમાં કહેવાયું છે કે ઊંડાણના વિસ્તારો સુધી ઈન્ટરનેટની પહોંચ, કુશળ અને સસ્તી ૪જી-પજી સેવાઓ અને ડિજિટલ ક્ષેત્રમાં સરકારની પહેલથી ભારત ર૦ર૩ સુધીમાં એક ટ્રિલિયન અમેરિકન ડોલરની ડિજિટલ અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે. ભારત ડિજિટલ પેમેન્ટના કિસ્સામાં એક વૈશ્વિક ઉદાહરણ બની ગયું છે, જે યુપીઆઈ જેવી ઘરેલુ ટેકનોલોજીના ઈનોવેશનથી લાભ મેળવી રહ્યું છે.
ભારતનું ડિજિટલ પરિવર્તન આર્થિક વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે. છેલ્લા થોડા વરસોમાં ભારતીય અર્થવ્યવસ્થાના ડિજિટલાઈઝેશનની સાથે સાથે સ્માર્ટ ફોનના વધતા જતા ઉપયોગે કેશલેસ વ્યવહારો અને ઓનલાઈન ખરીદીને પ્રોત્સાહિત કર્યા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ અનુસાર ડિજિટલાઈઝેશનના સમગ્ર સ્તરે ભારતનો ડિજિટલ સ્કિલનો સ્કોર જાપાન, યુનાઈટેડ કિંગડમ અને જર્મની જેવા વિકસિત દેશો કરતા વધી ગયો છે. પ્રધાનમંત્રી જનધન યોજના અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર જેવી સરકારી પહેલોએ દેશમાં સાર્વભૌમિક પહોંચ અને નાણાકીય સમાવેશ વધારવામાં મદદ કરી છે.
મોબાઈલ અને બ્રોડબેન્ડની વધતી જતી પહોંચ નાણાકીય સમાવેશને વ્યાપક બનાવશે અને નવી ડિજિટલ સેવાઓને પ્રોત્સાહિત કરશે. ભારતમાં ડિજિટલ મનોરંજન, ઓનલાઈન એજ્યુકેશન, ટેલિ-મેડિસિન, ડિજિટલ હેલ્થ, ડિઝાસ્ટર રિસ્પોન્સ અને જીવન રક્ષક સેવાઓ સારી મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓનો લાભ લઈ રહી છે. વાજબી ભાવના ડેટા, સ્માર્ટફોન યુઝર્સની વધતી સંખ્યા અને ઈ-કોમર્સમાં વૃદ્ધિ ભારતના ડિજિટલ પરિવર્તનને ગતિ આપી રહ્યા છે.
માર્ચ ર૦ર૪ સુધીના ટ્રાઈના આંકડા દ્વારા જાણવા મળે છે કે ભારતમાં લગભગ ૧ર૦ કરોડ ટેલિકોમ્યુનિકેશન ગ્રાહકો છે. માર્ચ ર૦ર૩ માં ઈન્ટરનેટ ગ્રાહકોની ગ્રામીણ સંખ્યા ૮૮.૧ કરોડથી વધીને માર્ચ ર૦ર૪ ના અંત સુધીમાં ૯પ.૪ કરોડ થઈ ગઈ છે. આમાંના લગભગ અડધા ગ્રાહકો ગ્રામીણ ક્ષેત્રોના છે. છેલ્લા એક વર્ષમાં ૭.૩ કરોડ કરતા વધારે ઈન્ટરનેટ ગ્રાહક અને ૭.૭ કરોડ કરતા વધારે બ્રોડબેન્ડ ગ્રાહક ઉમેરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial