Advertisement
Author: નોબત સમાચાર

સારવારના ખર્ચની રકમ વ્યાજ સાથે ચૂકવવા ફોરમે કર્યાે આદેશ

વીમા કંપનીને પડી લપડાકઃ

જામનગર તા. ૧૧: જામનગરના એક આસામીએ સારવારનો ખર્ચ ન ચુકવનાર વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ધા નાખી હતી. ફોરમે ખર્ચની રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. જામનગરના યુવરાજસિંહ જગદીશસિંહ સોલંકી તથા તેમના પત્નીએ ન્યુ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની પાસેથી પોલિસી મેળવ્યા પછી આ દંપતીને સંતાનની પ્રાપ્તિ થઈ હતી. પ્રસુતી માટે મેળવવા આવેલી સારવારમાં તેઓને રૂ. ૧,૬૭,૪૬૧નો ખર્ચ થયો હતો. તે રકમ માટે કલેઈમ કરાયો હતો અને વીમા કંપનીએ કલેઈમ ચૂકવ્યો ન હતો.

વીમા કંપની સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. બંને પક્ષે રજૂ કરેલી દલીલો સાંભળ્યા પછી ફોરમે ફરિયાદ મંજૂર કરી ખર્ચની રકમ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા તથા રૂ. પ હજાર ખર્ચ તથા ત્રાસ બદલ અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh