Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના નિકાવા પાસે બે બાઈક અથડાઈ પડતાં એક યુવાનનો ભોગ

અકસ્માત સર્જનાર બાઈકચાલક સામે ગુન્હોઃ

જામનગર તા. ૧૧: કાલાવડના નિકાવા ગામથી નાના વડાળા ગામ વચ્ચે ગઈકાલે સાંજે બે બાઈક ટકરાઈ પડતા જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામના એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી નાસી ગયેલા બાઈકચાલક સામે મૃતકના નાનાભાઈએ ફરિયાદ કરી છે.

કાલાવડ તાલુકાના નિકાવા ગામથી નાના વડાળા ગામ તરફ જવાના રસ્તા પર એક ખેતર નજીકથી ગઈકાલે સાંજે જીજે-૩-એએમ ૧૯૯૭ નંબરના બાઈક પર જઈ રહેલા રાજકોટ જિલ્લાના જામ કંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામના શિવરાજસિંહ રણજીતસિંહ ચુડાસમાની સાથે સામેથી આવતું જીજે-૩-ઈબી ૮૧૨૪ નંબરનું બાઈક ટકરાઈ પડ્યું હતું.

સીલ્વર ટેક નામની કંપનીમાં નોકરી કરતા આ યુવાન ગઈકાલે સાંજે સાતેક વાગ્યે નોકરી પૂર્ણ કર્યા પછી પોતાના ગામ ચિત્રાવડ જતા હતા ત્યારે માર્ગમાં ઉપરોક્ત અકસ્માત સર્જાયો હતો. રોડ પર પછડાયેલા શિવરાજસિંહને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

અકસ્માત સર્જી ૮૧૨૪ નંબરના બાઈકનો ચાલક નાસી ગયો છે. તેની સામે ચિત્રાવડ ગામમાં રહેતા રાજદીપસિંહ રણજીતસિંહ ચુડાસમાએ ફરિયાદ નોંધાવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh