Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલોરિડા તા. ૧૧: ફલોરિડામાં વિનાશકારી વાવાઝોડાએ તારાજી સર્જી છે અને ૧૦ ના મોત થયા છે. ૩૦ લાખ મકાનોમાં અંધારપટ છવાયો છે. વિનાશકારી વાવાઝોડા મિલ્ટને અમેરિકાના ફલોરિડામાં વિનાશ વેર્યો છે. ભારે પવન સાથે વરસાદ ખાબકતા શહેરને ધમરોળી નાખ્યું હતું. ત્યારબાદ વાવાઝોડું ગુરૂવારે એટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશી ગયું હતું. વાવાઝોડા મિલ્ટનને લીધે ૧૦ લોકોના મોત થયા છે. ચક્રવાત મિલ્ટન બુધવારની રાત્રે ૧૧ર કિલોમીટરના અંતરે સિએસ્ટા તટ પર ટકરાયું હતું. આ વાવાઝોડાને લીધે ફલોરિડામાં ૩૦ લાખથી વધુ મકાનોમાં વીજળી ગુલ થઈ જતાં અંધારપટ છવાયો હતો. વાવાઝોડાને લીધે પાણીના પુરવઠાને અસર થઈ હતી. ઘણાં સ્થાને પર પાઈપલાઈન તૂટી ગઈ હતી. જેનાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ફલોરિડા માટે ઈમરજન્સી જાહેર કરી હતી. સાત હજાર બચાવકર્મીઓ મદદ માટે તૈનાત હતાં. હરિકેન મિલ્ટનના કારણે અમેરિકી રાષ્ટ્રપતિએ લોકોને સલામત સ્થળે જવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે આ જીવન અને મૃત્યુનો મામલો હોવાનું જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial