Advertisement
Author: નોબત સમાચાર

પાકુ ઘર મળતા અમારૂ જીવન સરળ બન્યું: કિરણબેન ગોસ્વામી

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ

  ખંભાળિયા તા. ૧૧: ગરીબ અને વંચિતો જીવન ધોરણમાં સુધારો થાય તેમજ સમાજમાં સન્માનિય જીવન નિર્વાહ કરી શકે તેવા ઉમદા આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૌરવભેર આગળ ધપાવ્યો છે. રાજ્યની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલામાં પણ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી વિવિધ યોજનાના લાભાર્થીઓને એક જ સ્થળ પરથી લાભ-સહાય વિતરિત કરવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીએ સરકાર દ્વારા કરવામાં આવેલી સહાયથી તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરી હતી.

ખંભાળિયા તાલુકાના કજુરડા ગામના રહેવાસી ગૌસ્વામી કિરણબેને જણાવ્યું હતું કે અમે પેલા જે મકાનમાં રહેતા હતાં તે એકદમ કાચુ મકાન હતું અને અમારી આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે અમે પાકુ મકાન બનાવી શકીએ.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે અમને માહિતી મળતા તેમાં ફોર્મ ભર્યું અને આ યોજના થકી અમને અમારૂ પાકું મકાન બનાવવું સરળ રહ્યું. મને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, મનરેગા યોજના અંતર્ગત તેમજ શૌચાલય બનાવવા માટે સહાય આપવામાં આવી. આ ત્રણ યોજનાના માધ્યમથી અમારૂ પાકું ઘર બન્યું અને હવે અમે કોઈપણ જાતની તકલીફ વગર અમારૂ જીવન નિર્વાહ કરી શકીએ છીએ.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના અન્ય એક લાભાર્થી કમાભાઈ ડોરૂએ જણાવ્યું કે, હું કાકાભાઈ સિંહણ ગામનો રહેવાસી છું. અમારો પરિવાર નળિયાવાળા કાચા મકાનમાં રહેતો હતો. જેના કારણે ચોમાસામાં પાણી પડવાની, ઉનાળામાં સખત તાપ લાગવાથી અનેક પરેશાનીનો સામનો કરવો પડતો હતો.

બાદમાં અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાણકારી મળતા એમાં અરજી કરી. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, મનરેગા યોજના અંતર્ગત તેમજ શૌચાલય બનાવવા માટે સહાય મળી. આ સહાય મળતા અમને રહેવા માટે ખૂબ સારો આશરો મળ્યો. આ માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું.

પ્રધાનમંત્રી આવાસ યોજના... ગ્રામીણના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનમાં રહી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પરિવારોને પોતાના સ્વપ્નનું ઘર મળી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh