Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાઓને ફળિયા-અગાસીમાં શાકભાજી ઉગાડવાની ટ્રેનિંગઃ
જામનગર તા. ૧પઃ ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોળ સંચાલિત શ્રી એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોળ અને આઈ.સી.ડી.એસ. વિભાગ, જોડિયા દ્વારા લાભાર્થીઓ માટે 'કિચન ગાર્ડન' તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલાઓનું સશક્તિકરણ થાય, ગામડાની ગૃહિણીઓ પોતાના શાકભાજી પોતાના જ ફળિયા કે અગાસી પર પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડતા થાય, વધુ શાકભાજીના ઉછેર દ્વારા બજારમાં પોતે શાકભાજી વેંચીને આત્મનિર્ભર બને, દેશી ખાતર બનાવતા અને ઉપયોગ કરતા થાય, આંગણવાડી કેન્દ્ર પર આવતા તમામ બાળકો ઓર્ગેનિક શાકભાજીનો ઉપયોગ કરે, તેને આહાર તરીકે લેતા થાય તે ઉદ્દેશથી જોડિયા તાલુકાના આંગણવાડી કાર્યકરો માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોક વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોળના ડો. સંજય પંડ્યાએ શાકભાજીને ઘર આંગણે ઉગાડવાની બોટલ પ્લાન્ટની રીત, નકામા ટાયરમાં પ્લાન્ટની રીત, એક જ બોટલમાંથી ત્રણથી વધુ છોડને ઓછા પાણીએ ઉગાડવાની રીત, બોટલ ડ્રિપ ઈરીગેશન રીત, દેશી કોકપીટ ખાતર બનાવવાની રીતનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના બીજા સેશનમાં દરેક આંગણવાડી કાર્યકર પોતાના જ આંગણવાડી કેન્દ્ર પર કિચન ગાર્ડન કરે તે હેતુથી સ્થાનિક મળતા શાકભાજીના નાના રોપા અને બીજનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું.
જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોળ દ્વારા હાલમાં ચોમાસાની ઋતુમાં સમગ્ર જામનગર જિલ્લા માટે આ અભિયાન નિઃશુલ્ક રીતે કાર્યરત કરવામાં આવ્યું છે, તો આ પ્રકારની પ્રવૃત્તિમાં રસ ધરાવનાર જિલ્લાના કોઈપણ ગામના સરપંચ, શહેરનું સેવા મંડળ કે મહિલા મંડળ, આંગણવાડી કેન્દ્ર આ કાર્યક્રમના આયોજન માટે ઉક્ત સંસ્થાનો સંપર્ક સાધી શકે છે. કાર્યક્રમમાં પ૦ જેટલા આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતાં. તેમ સંસ્થાના ચેરમેન ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial