Advertisement
Author: નોબત સમાચાર

લગ્નવિચ્છેદ પછી સામાન પરત લેવા આવેલા યુવતી અને યુવકના પરિવાર વચ્ચે મારામારી

ચાર મહિલા સહિત આઠ સામે પોલીસે ગુન્હો નોંધ્યોઃ

જામનગર તા. ૧૧: જામનગર નજીકના સિક્કામાં ગઈકાલે લગ્નવિચ્છેદ પછી સામાન ભરવા ગયેલા યુવતીના પરિવારજનો અને યુવકના પરિવારજનો વચ્ચે બોલાચાલી પછી મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચાર મહિલા સહિત આઠ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામમાં મારૂતીનગર પાસે વસવાટ કરતા કમલેશભાઈ રમેશભાઈ બુજડની ભાણેજના લગ્ન થોડા સમય પહેલાં સિક્કા ગામની ભગવતી સોસાયટીમાં રહેતા સહદેવ પ્રવીણભાઈ હોરીયા સાથે થયા પછી આ દંપતી વચ્ચે મનમેળ ન થતાં તેઓએ છૂટાછેડા લીધા હતા. તે પછી ગઈકાલે બપોરે સહદેવના ઘેર તેની પૂર્વ પત્નીનો સામાન ભરવા માટે યુવતીના મામા કમલેશભાઈ, દીપુબેન વગેરે વ્યક્તિઓ ગયા હતા.

આ વેળાએ સહદેવના માતા જયોત્સનાબેને બોલાચાલી કરી ઝઘડો શરૂ કર્યા પછી પ્રવીણભાઈ હોરીયા, હાર્દિક હોરીયા, સહદેવ હોરીયા, અનસુયાબેન ગોવિંદભાઈ હોરીયા તથા જયોત્સનાબેને પાઈપ-ધોકા વડે હુમલો કરી માર માર્યાે હતો. તેની જાણ થતાં કમલેશભાઈ દોડી ગયા હતા તેઓને પણ પાઈપ ફટકારવામાં આવતા ઈજા પહોંચી હતી. અનસુયાબેને બચકુ ભરી લીધુ હતું. આ બાબતની સિક્કા પોલીસ સ્ટેશનમાં કમલેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.

તે ફરિયાદની સામે સિક્કાની ભગવતી સોસાયટીમાં રહેતા હાર્દિક પ્રવીણભાઈ હોરીયાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ તેના નાનાભાઈ સહદેવના લગ્ન સિક્કાના દિનેશભાઈની પુત્રી સાથે થયા પછી બંનેના છૂટાછેડા થયા હતા ત્યારપછી ગઈકાલે ઘરવખરી લઈ જવા માટે આવેલા કમલેશ રમેશભાઈ, મધુબેન રમેશભાઈ, દીપમાલાબેન દિનેશભાઈ મથ્થરે બોલાચાલી કરી હાર્દિકના માતા સાથે ઝઘડો કર્યા પછી ગાળો ભાંડી ફડાકો ઝીંકયો હતો. કમલેશે બાજુમાં પડેલી ઈંટ ઉપાડી હાર્દિકના માથામાં ઝીંકી દીધી હતી અને ખભ્ભામાં ધોકો મારતા તેઓનો હાથ ઉતરી ગયો હતો. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ ચાર મહિલા સહિત આઠ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh