Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણીની પાઈપલાઈન સિફટ કરવાની હોવાથી
જામનગર તા. ૧૧: જામનગરના નાગનાથ ગેઈટ જંકશનમાં પાણીની લાઈન શિફટ કરવાની કામગીરી કરવામાં આવનાર હોવાથી તા. ૧ર-૧૦-ર૪ થી ૩૦-૧૧-ર૪ સુધી વાહન વ્યવહાર માટે રસ્તો બંધ રાખવા માટે મ્યુનિ. કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જામનગરમાં સુભાષ બ્રીજથી સાત રસ્તા સુધીનો માર્ગ પર ફોરલેન એલીવેટેડ ફલાય ઓવર બ્રીજનું કામ ચાલી રહ્યું છે. જ્યાં નાગનાથ ગેઈટ જંકશન પર પીવાના પાણીની લાઈન શિફ્ટિંગ અને નાગનાથ જંકશન ક્રોસ અન્ડર પાસ આરસીસી બોક્ષની કામગીરી કરવાની હોવાથી નાગનાથ જંકશન કોસીંગની સલામતિના ભાગરૂપે તથા અકસ્માત નિવારવા હેતુથી તા. ૧ર-૧૦-ર૪ થી ૩૦-૧૧-ર૪ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે, આ હુકમનો ભંગ કરનાર સામે નિયમઅનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
આ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. ટુ-વ્હીલર તથા નાના વાહન માટે સ્મશાન અને સુભાષબ્રીજ તરફ જવા નાગનાથ જંકશનની ડાબી બાજુ બ્રીજના બે ગાળા નિચેથી અને સ્મશાન અને સુભાષબ્રીજ તરફથી ત્રણ દરવાજા અને અંબર જંકશન તરફ જવા માટે શિવમ હોટલ પાસેના ડીવાઈડર ઓપનિંગથી જઈ શકશે જ્યારે ભારે વાહન માટે વૈકલ્પિક વ્યવસ્થા અન્વયે સાત રસ્તા સર્કલથી લાલ બંગલો, સર્કલ થઈ ટાઉનહોલથી તીનબતી સર્કલથી કેવી રોડ પરથી સુભાષ બ્રીજ પર જઈ શકાશે અને સુભાષબ્રીજથી ત્રણ દરવાજા સર્કલથી ટાઉનહોલથી લાલ બંગલા સર્કલથી સાત રસ્તા તરફ જઈ શકાશે તેમ મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીએ પ્રસિદ્ધ કરેલ જાહેરનામામાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial