Advertisement
Author: નોબત સમાચાર

મુંબઈમાં ધોધમાર વરસાદ પડતા જલભરાવ

ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા-વરસાદની સંભાવના

મુંબઈ તા. ૧૧: મહારાષ્ટ્રમાં યલો એલર્ટ વચ્ચે મુંબઈના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ઘણાં સ્થળે જલભરાવ થયો છે. હવામાન ખાતાએ ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના જણાવી છે.

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો, થાણે, કલ્યાણ ડોમ્બિવલી, પશ્ચિમી ઉપનગરો, મુંબઈના કુર્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. આ અચાનક વરસાદથી સામાન્ય લોકો પરેશાન છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. અંધેરી સબવેમાં પાણી ઘૂસી ગયું છે. જેને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યું છે.

આજે એટલે કે ૧૧ મી ઓકટોબરે મહારાષ્ટ્રના ર૯ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે મુંબઈના પૂર્વ ઉપનગરો, નવી મુંબઈ અને રાયગઢ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી બે કલાક સુધી તોફાની પવન સાથે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ, પશ્ચિમ બંગાળની ખાડી અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે. આસામ, જમ્મુ અને પાકિસ્તાનના પૂર્વોત્તર રાજ્યોમાં પણ સાયકલોનિક સકર્યુલેશન સક્રિય છે. જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય રહે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણના રાજ્યો કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં આજથી આગામી બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, કોંકણ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને મધ્યપ્રદેશમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

મુંબઈના પશ્ચિમ ઉપનગરો અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, વિલે પાર્લે સાંતાક્રુઝ, બાંદ્રામાં હાલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેથી ઉપનગરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું હોવાના અહેવાલો છે.

ભિવંડી શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પાછો ખેંચવા સાથે, ભિવંડી શહેર અને તાલુકામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ અને ઝાપટાં જોવા મળ્યા હતાં. ગઈકાલે સાંજે જોરદાર વરસાદનું આગમન થયું હતું. જો કે આ વરસાદ પણ લોકોને ગરમીમાંથી રાહત આપતો હોય તેમ લાગી રહ્યું છે.

મહત્ત્વનું છે કે ગઈકાલે પણ મુંબઈમાં મેઘો ધોધમાર વરસ્યો હતો. મુંબઈના એલ્ફિન્સ્ટન રોડ પર પાણી ભરાઈ ગયા હતાં. વડાલા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચુનાભઠ્ઠી વિસ્તારમાં એક વીડિયો પણ સામે આવ્યો હતો. જ્યાં વીજળી ચમકારા સાથે વરસાદ પડી રહ્યો હતો. આ વરસાદમાં ટુ-વ્હીલર ચાલકોને સૌથી વધુ મુશ્કેલી પડી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh