Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં ભક્તિની પરંપરા સાથે યોજાતી પુરૂષોની સુપ્રસિદ્ધ ગરબીઓ

પુરૂષોની વર્ષો જુની ગરબીઓ આકર્ષણનું કેન્દ્ર બની

ખંભાળીયા તા. ૧૧: ખંભાળીયા શહેર તેની ગરબીઓ માટે પ્રસિદ્ધ છે તો અહીંનું ડાયાભાઈ નકુમ સંચાલિત આંબાવાડી ઈન્ટરનેશનલ કલાવૃંદનો સમગ્ર વિશ્વમાં જાણીતું છે ત્યારે અહીંની પુરૂષોની ગરબીઓ પણ ભક્તિની પ્રાચીન  પરંપરાને આગળ ધપાવતી ઢોલ નોબતના વાદ્ય સાથે પીતાંબર ધોતીયા પહેરીને ગરબી રમતા ભાવિકો આજે પણ જોવા મળે છે.

વારાહી ચોક ઔદિચ્ય ગરબીમાં ઈશ્વર વિવાહ

ખંભાળીયામાં વારાહી ચોકમાં ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી જ્ઞાતિ દ્વારા પંરપરાગત રીતે ધોતી પિતાંબર પહેરીને વચ્ચે એક ભૂદેવ ગરબી ગાયને બાકીના ઝીલે તે રીતે વર્ષોથી ગરબી થાય છે જેમાં અગાઉ સ્વ. મહેશભાઈ શુકલ સ્વ. ડો. કેશુભાઈ જોશી તથા હાલના ટ્રસ્ટીઓનું પણ મોટું યોગદાન છે. આજે રાત્રે ગુરૂવારે ઈશ્વર વિવાહ છે. જેમાં જોડાવા અગ્રણી નિકુંજ વ્યાસે તમામ ધાર્મિક લોકોને નિમંત્રણ આપ્યું છે.

૧૧ર વર્ષ જુની પુષ્કર્ણા ગરબી

ખંભાળીયામાં પુષ્કર્ણા બ્રહ્મપુરીમાં પુરૂષોની ગરબી ૧૧ર વર્ષથી વધુ સમયથી થાય છે. જેમાં ગાયત્રી માતાજીના સાંનિધ્યમાં ભૂદેવો છંદ સાથે માતાજીની સ્તુતિ કરે છે. સ્વ. શાંતિલાલ બોડા, સ્વ. વિઠ્ઠલદાસ આચાર્ય, સ્વ. મથુરભાઈ જોશી, સ્વ. મથુરાભાઈ ગાયત્રી ઉપાસક દ્વારા આ ગરબીને આગળ વધારાઈ હતી. જેમાં ગાયત્રી માતાજીના વિદાયને દિને ભાવભરી રીતે સ્વ. પ્રાણલાલ બોડા તથા શ્રી નવનીતભાઈ બોડા દ્વારા વિદાયગીત તથા સ્વ. અજીતભાઈ બોડા દ્વારા વિવિધ વેશભૂષા, ભીખુભાઈ બોડા દ્વારા અઠંગો રાસ થતો તે આજે પણ લોકો યાદ કરે છે. પુષ્કર્ણા બ્રાહ્મણ જ્ઞાતિના તત્કાલિન પ્રમુખ સ્વ. ધર્મેન્દ્રભાઈ આચાર્યના સમયમાં ૧૦૦ વર્ષ ઉજવણી પણ થઈ હતી. માટે ખંભાળીયામાં ઔદિચ્ય ગોહીલવાડી, સારસ્વત બ્રાહ્મણો, ગુગળી બ્રાહ્મણો, અબોટી બ્રાહ્મણો, રાજ્ય પુરોહિત બ્રાહ્મણો વિગેરે દ્વારા પણ તેમની વાડીઓમાં રોજ પુરૂષોની ગરબીઓનું આયોજન થાય છે. જેમાં ભૂદેવી મોટી સંખ્યામાં જોડાય છે.

ખંભાળીયામાં આગઉ જોધપુર ગેઈટ પાસે મોટી સંખ્યામાં પુરૂષો ગરબીમાં જોડાતા પણ કેટલાક વર્ષથી અહીં રામ મંદિર પાસે સતવારા અગ્રણીઓ દ્વારા વર્ષો જુની પુરૂષ ગરબી આકર્ષણનું કેન્દ્ર આજે પણ રહી છે તથા ગરબી ગીતો જોવા સાંભળવા તથા રમવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh