Advertisement
Author: નોબત સમાચાર

સિદ્દી સમાજના પ્રતિભાશાળી બાળકોને દ્વારકા જિલ્લા કક્ષાની સ્પોર્ટસ સ્કૂલમાં અપાશે પ્રવેશ

જિલ્લા રમત વિકાસ અધિકારી-ખંભાળીયા કરશે રજીસ્ટ્રેશન

ખંભાળીયા તા. ૧૧: દેવભૂમિ દ્વારકામાં સિદ્દી સમાજના પ્રતિભાશાળી બાળકોને જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કૂલમાં પ્રવેશ અપાશે. રજીસ્ટ્રેશન ફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકાથી મેળવી શકશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાતભરના અંતરીયાળ વિસ્તારોમાં વસવાટ કરતા સંઘર્ષમય તેમજ કુદરતી રીતે વિપરીત પરિસ્થિતિઓમાં જીવન નિર્વાહ કરતા સમૂહોના પરિવારજનો સાહસિકતા, સંઘર્ષ, સહનશીલતા, લડાયક જેવા ગુણો ધરાવતા હોઈ છે.

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ખાસ કરીને ગીર સોમનાથ, ભરૂચ, જામનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં વસતા સિદ્દી સમાજની સુસુપ્ત રમત શક્તિઓ શોધી જુદી જુદી રમતોમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સફળ થવા માટે તૈયાર કરવા તથા શિક્ષણના સમન્વય સાથે પ્રતિભાશાળી ખેલાડીઓની અલગ-અલગ માધ્યમથી શોધ કરવામાં આવે છે. જે અનુસંધાને ગુજરાતના દરેક જિલ્લાઓમાં સિદ્દી સમાજના બાળકોમાં રહેતા રમતની પ્રતિભાને ઉજાગર કરવા સિદ્દી ટેલેન્ટ આઈન્ડેટીફીકેશન પ્રોગ્રામ થનાર છે. જે અંતર્ગત આગામી ૭ દિવસની નિવાસી તાલીમ શિબિર યોજાનાર છે.

આ શિબિરમાં તા. ૧-૦૧-ર૦૧૧ થી ૩૧-૧ર-ર૦૧૬ દરમ્યાન જન્મેલા સિદ્દી ભાઈઓ અને બહેનો તથા બાળકો માટે સિદ્દી રમત પ્રતિભા પસંદગી તાલીમ શિબિર ર૦ર૪નું આયોજન થનાર છે .જેમાં યોગ્યતા ધરાવતા તમામ સિદ્દી બાળકોના રજીસ્ટ્રેશન ફોર્મ સંબંધિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રથી મેળવી લેવા ઉપરાંત ફોર્મ પરત જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી ડિસ્ટ્રિકટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર, જીવીજે સરકારી હાઈસ્કૂલ, રૂમ નં. ૧૯, ખંભાળીયામાં જમાં કરાવવાના રહેશે. આ તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ પ્રતિભાશાળી સિદ્દી ખેલાડીઓને ગુજરાત રાજ્ય સરકારની જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજનામાં સીધો જ પ્રવેશ ફાળવવામાં આવશે. તેમજ સિદ્દી ટેલેન્ટ આઈન્ડેટીફીકેશનની પસંદગી કસોટી આગામી ૭ દિવસ દરમ્યાન રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh