Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સીએનસી ટેકનિકલ તાલીમ કેન્દ્રમાં
જામનગર તા. ૧૧: એન્જિનિયર દિવસ નિમિત્તે નયારા એનર્જીના સીએસઆર પ્રોગ્રામ અંતર્ગત જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન સીએનસી ટેકનિકલ તાલીમ કેન્દ્રમાં વિવિધ સ્પર્ધાનું આયોજન તથા ઉજવણી કરાઈ હતી.
તાજેતરમાં ડો. મોકસગુડંમ વિશ્વેસરૈયાના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ૧પ સપ્ટેમ્બરના દિવસે એન્જિનિયર ડે ઉજવવામાં આવે છે. આ વર્ષે જામનગરમાં નયારા એનર્જી સીએસઆર પ્રોગ્રામ હેઠળ ચાલતા પ્રોજેકટ એકસેલ અંતર્ગત એન્જિનિયર દિવસ નિમિત્તે જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન સીએનસી ટેકનિકલ તાલીમ કેન્દ્રમાં યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલુ હતું. જેમાં ઓટોકેડ રડી-૩ડી, પ્રેસન્ટેશન, તેમજ જનરલ નોલેજ સ્પર્ધામાં જુદીજુદી કોલેજના વિદ્યાર્થીઓ તથા અન્ય ભાઈઓ-બહેનોએ મળી કૂલ ૧૦૦ થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદાન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને પ્રતિભા ખરેખર પ્રભાવશાળી હતો.
આ કાર્યક્રમમાં જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ હીરપરા, તથા મનસુખભાઈ સાવલા અને ભાઈલાલભાઈ ગોધાણી તેમજ ઋત્વીજભાઈ સોનેચા અને નયારા એનર્જીના સીએસઆર પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતાં અને વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં. તેમજ કાર્યક્રમનું સંચાલન અને આયોજન ઈનશક્તિ ફાઉન્ડેશન ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
વધુમાં જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન અને નયારા એનર્જી સંચાલિત અતિ આધુનિક જામનગરમાં નિર્માણ કરવામાં આવેલ ટેકનિકલ તાલીમ કેન્દ્ર વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્યમાં જામનગર બ્રાસ ઈન્ડસ્ટ્રીઝમાં ટેકનિકલ તાલીમ લીધા બાદ ઉજ્જવળ કેરિયર બનાવવાની તક અને રોજગારી અને સ્વરોજગારીની તક વિષે માહિતી આપી હતી અને ટેકનિકલ તાલીમ કેન્દ્રમાં ચાલતા વિવિધ કોર્સ જેવા કે ૧ સીએનસી મશીન ઓપરેટર, ર સીએનસી મશીન પ્રોગ્રામર, ૩ ઓટોકેડ રડી-૩ડી, ૪ કોલેટી કંટ્રોલ વગેરે ટેનિકલ વ્યવસાય લક્ષી કોર્સ શીખવવામાં આવે છે તેની માહિતી અપાઈ હતી. ઉપરોકત કોર્સના નવા બેચ તા. ૧-૧૦-ર૪ થી શરૂ થઈ રહ્યા છે ત્યારે જે ભાઈઓ બહેનો આ ટેકનિકલ તાલીમ મેળવવા ઈચ્છતા હોય એ ફોન નંબર ૮૭૩૪૦ ૪ર૮૦૩, ટ્રેનિંગ સેન્ટર એડ્રેસ : જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનની બાજુમાં, જીઆઈડીસી-૧, શંકર ટેકરી ઉદ્યોગનગર- જામનગર પર રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial