Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બીમાર પશુ-પંખીઓ માટે હેલ્પલાઈન નં. ૧૯૬ર
જામનગર તા. ૧૧: જામનગર જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે છેલ્લા ૭ વર્ષમાં ર૬,૩૧પ પશુઓની સારવાર કરી નવજીવન આપ્યું હતું. શહેરમાં કોઈપણ સ્થળે ઈજાગ્રસ્ત કે બીમાર હાલતમાં પશુ-પક્ષી જોવા મળે તો તુરંત જ ૧૯૬ર હેલ્પલાઈનનો સંપર્ક કરી અબોલ જીવોને મદદરૂપ થઈ શકાય છે.
જામનગર જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્લુલન્સે સાત વર્ષ પૂર્ણ કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગત તા. ૬ ઓકટોબર ર૦૧૭ થી શરૂ કરવામાં આવેલ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા અનેક અબોલ પશુ પક્ષીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી આ અબોલ જીવો માટે દેવદૂત સમાન સાબીત થઈ છે. ઈએમઆરઆઈ જીએચએસ અને પશુપાલન વિભાગના સંયુકત ઉપક્રમે કાર્યરત આ સેવાને ૬ ઓકટોબરથી આજ દિન સુધીમાં ર૬,૩૧પ મૂંગા પશુઓને સારવાર આપી નવજીવન આપ્યું છે.
પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસના સંયુકત ઉપક્રમે જામનગર શહેરમાં બિનવારસી પશુઓની સારવાર માટે ૧૯૬ર કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. જે જામનગર શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬ર ના તાલીમબદ્ધ કર્મચારીઓ તમામ દવાઓ તેમજ અદ્યતન સાધન સામગ્રીથી સજજ છે. જેમાં એક વેટર્નરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે. બિનવારસુ પશુ પક્ષી ઘાયલ હોય તો ૧૯૬ર હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરતા આ સેવાનો લાભ મેળવી શકાય છે. જેમાં જરૂર જણાયે તાત્કાલિક સ્થળ પર જ નાના મોટા તેમજ જટીલ ઓપરેશન પણ કરવામાં આવે છે.
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર ડી. સોયબ ખાન તથા ૧૯૬ર એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા દિપક જયસ્વાલ દ્વારા નગરના કોઈપણ વિસ્તારમા રખડતા કૂતરા, બિલાડી, કબૂતર કે કોઈ પણ પશુ પક્ષી ઈજાગ્રસ્ત કે બીમાર હાલતમાં જોવા મળે તો તુરંત જ ૧૯૬ર હેલ્પ લાઈન નંબર પર ફોન કરી સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial