Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૩૭ પશુઓને મેડીસીન-ગાયનેક-સર્જરીની સારવારઃ
જામનગર તા. ૧૧: પશુપાલન શાખા, જિલ્લા પંચાયત જામનગર સંચાલિત સરકારી પશુ દવાખાના જામજોધપુર દ્વારા રબારિકા અને ઝીણાવારી ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના કુલ ૬૯ પશુપાલક લાભાર્થીઓના ર૩૭ પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી, તેમજ રબારિકા ગામના પશુપાલકોના ૧૬૭૦ ઘેટા-બકરા માટે પશુપાલકોને કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત પશુચિકિત્સા અધિકારી ડો. આઈ.એમ. ભટ્ટી અને ડો. એમ.એમ. ચૌધરી દ્વારા ગામના પશુપાલક લાભાર્થીઓને પશુપાલન વિભાગ, રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અને આગામી માસમાં યોજાનાર ર૧ મી પશુધન વસતિ ગણતરીના આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી, તેમજ જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કામગીરી અંગે અને પ્રાણીઓ વિરૂદ્ધ ક્રૂરતા રોકવા અંગેના કાયદા વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવ્યા હતાં, તેમ નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial