Advertisement
Author: નોબત સમાચાર

જામખંભાળીયા શહેરનો વિસ્તાર વધારવા ચાર ગામના સરપંચો સાથે યોજાઈ બેઠક

ખંભાળીયા તા. ૧૧: ખંભાળીયા શહેરનો વિસ્તાર વધારવાના મુદ્દે ખંભાળીયા નજીકની ચાર મહત્ત્વની ગ્રામ પંચાયતો હર્ષદપુર, ધરમપુર, શક્તિનગર અને રામનગરના સરપંચો સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર તથા ઈજનેરની બેઠક યોજાઈ હતી.

જેમાં સતવારા અગ્રણી તથા પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ હરીભાઈ નકુમ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયા, શહેર પૂર્વ મહામંત્રી જીતેશભાઈ પરમાર જોડાયા હતાં. આ વિસ્તારો શહેરમાં ભેળવવા તે અંગે ચર્ચા થઈ હતી. ચીફ ઓફિસર વ્યાસ દ્વારા નકશા સાથે વિગતો જણાવી ચર્ચા કરાઈ હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh