Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થાંભલામાંથી વીજ આંચકો લાગતા તરૂણનું મોતઃ
જામનગર તા. ૧૧: કાલાવડના મોટા પાંચદેવડામાં એક ખેતરમાં કામ કરતા મૂળ પંચમહાલ જિલ્લાના શ્રમિકની સાત વર્ષની પુત્રી રમતા રમતા પાણી ભરેલા હોજમાં પડી ગયા પછી વધુ પડતું પાણી પી જવાથી મૃત્યુ પામી છે. દરેડ પાસે પાનની દુકાને મોબાઈલ ચાર્જીંગમાં મૂકી ઉભા રહેલા તરૂણને બાજુમાં આવેલા થાંભલામાંથી વીજ આંચકો લાગતા તેનું મૃત્યુ નિપજ્યું છે.
કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામમાં રમેશભાઈ સાંગાણી નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધાંધલપુર ગામના વતની પ્રવીણભાઈ દેવાભાઈ નાયક નામના શ્રમિકની સાત વર્ષની પુત્રી કાજલ ગઈકાલે સાંજે પિતા જે ખેતરમાં કામ કરતા હતા ત્યાં રમતી હતી.
રમતા રમતા આ બાળકી નજીકમાં આવેલા પાણી ભરેલા હોજમાં પડી ગઈ હતી. તેણીને બહાર કાઢી સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે ચકાસ્યા પછી આ બાળકીને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. પિતા પ્રવીણભાઈએ પોલીસને વાકેફ કરી છે.
જામનગર નજીકના દડિયા પાસે વસવાટ કરતા મૂળ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના દેહાત ગામના વતની વિવેકભાઈ લતીફભાઈ ફકીર નામના શ્રમિકનો પંદર વર્ષનો પુત્ર કપિલ સોમવારે સાંજે દરેડ નજીક આવેલી પાનની એક દુકાને ગયો હતો જ્યાં તેણે પિતાનો મોબાઈલ ચાર્જીંગમાં મૂક્યો હતો. ચાર્જીંગ થઈ જાય તેની રાહ જોઈને ઉભેલો આ તરૂણ બાજુમાં આવેલા વીજ થાંભલાને અડકી ગયો હતો અને તે થાંભલામાંથી પ્રવાહિત થતી વીજળીનો ઝાટકો લાગતા કપિલ ફેંકાઈ ગયો હતો. સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયેલા તરૂણનું મૃત્યુ થયું છે. પિતા વિવેકભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial