Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલમાં જમાઈએ સાસુને ધોકો ફટકાર્યાે:
જામનગર તા. ૧૧: જામનગરના ખોડિયારકોલોની વિસ્તારમાં પાનની દુકાને ગઈ રાત્રે એક યુવાને મુંગણીના શખ્સ સહિત બે શખ્સે ગાળો ભાંડી ફડાકો ઝીંકી દીધો હતો. આ યુવાનની સગાઈ તૂટ્યા પછી એક હુમલાખોરની ત્યાં સગાઈ થઈ હતી તેનો ખાર રાખી હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ધ્રોલમાં સાસુના ઘેર આવી જમાઈએ બેઝબોલનો ધોકો ફટકારી માર માર્યાે હતો.
જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તાર પાસે હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા નરેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.૩૭) નામના યુવાન ગઈકાલે રાત્રે ખોડિયાર કોલોનીમાં આવેલી પાનની એક દુકાન પાસે ઉભા હતા ત્યારે જામનગર તાલુકાના મુંગણી ગામનો અર્જુનસિંહ ઝાલા તથા અજાણ્યો શખ્સ આવ્યા હતા.
આ શખ્સોએ નરેન્દ્રસિંહ સાથે બોલાચાલી કરી હુમલો કર્યાે હતો. અજાણ્યા શખ્સે તેઓને પકડી પાડ્યા હતા. જ્યારે અર્જુનસિંહે છરી બતાવી ફડાકો ઝીંક્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. અગાઉ મુંગણીમાં નરેન્દ્રસિંહની સગાઈ થઈ હતી. તે સગાઈ તૂટ્યા પછી અર્જુનસિંહની સગાઈ થઈ હતી. તે બાબતનો ખાર રાખી બંને શખ્સે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
ધ્રોલ શહેરની રાધે પાર્ક સોસાયટીમાં રહેતા હસીનાબેન અનવરભાઈ શાહમદાર નામના મહિલા મંગળવારની રાત્રે પોતાના ઘરમાં નિદ્રાધીન થયા તે પછી જમાઈ મોહસીન કાસમભાઈ ગાધ ધસી આવ્યો હતો. તેણે સાસુને ગાળો ભાંડી બેઝબોલના ધોકાથી હાથમાં ઈજા પહોંચાડી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial