Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ. ૩૫૦૦ રોકડા ઉઠાવી તસ્કર પલાયનઃ
જામનગર તા. ૧૧: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષ પરા સ્થિત જાગનાથ મહાદેવ મંદિરમાં બુધવારની રાત્રિથી ગુરૂવારની સવાર સુધીમાં ચોરી થઈ છે. કોઈ તસ્કરે દાન પેટીમાંથી રૂપિયા ૩૫૦૦ ઉઠાવ્યા છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરા શેરી નં.૧માં જાગનાથ મહાદેવ મંદિરમાં બુધવારની રાત્રિના અગિયાર વાગ્યાથી ગુરૂવારની સવારના સાત વાગ્યા દરમિયાન ચોરી થઈ છે.
મંદિરમાં ઉપરોક્ત સમય ગાળા દરમિયાન ઘૂસી ગયેલા કોઈ તસ્કરે અંદર પડેલી દાનપેટી તોડી નાખી તેમાંથી અંદાજે રૂ. ૩૫૦૦ રોકડા ઉટાવી લીધા છે. ચોરીની ગઈકાલે સવારે જાણ થતાં ભાર્ગવ જયેશભાઈ ભદ્રાએ પોલીસને વાકેફ કરી હતી. ઉદ્યોગનગર પોલીસચોકીના પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફ ધસી આવ્યા હતા. પોલીસે બીએનએસની કલમ ૩૦૫, ૩૩૧ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. તે વિસ્તારમાં મુકવામાં આવેલા નાગરિકોના તથા પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજ ચકાસી પોલીસે તસ્કરના સગડ દબાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial