Advertisement
Author: નોબત સમાચાર

આશીર્વાદ દિપ-૪ ના કોમન પ્લોટ, કેનાલ ઉપર આંગણવાડીનું ગેરકાયદે બાંધકામ

રહેવાસીઓનો મ્યુનિસિપલ કમિશનરને પત્રઃ

જામનગર તા. ૧૧: જામનગરના લાલપુર માર્ગે મયુર ગ્રીન્સ ટાઉનશીપ પાસે આશીર્વાદ દિપ-૪ સોસાયટીના રહેવાસીઓ દ્વારા આંગણવાડીના બાંધકામ પ્રશ્ને વિરોધ દર્શાવાયો છે.

મહાનગરપાલિકાના કમિશનરને પાઠવેલ પત્રમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે આંગણવાડીનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.

કોમન પ્લોટને લગત ૬ મીટર ઓનર્સ ઓપન લેન્ડ આવેલ છે. એ પછી રાજાશાહી વખતની કેનાલ આવેલ છે. જે કેનાલને બુરવાના કૃત્ય અંગે પણ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી.

હાલમાં આંગણવાડીનું બાંધકામ ચાલુ છે, તેમાં કેનાલને ભરતી ભરી તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે અનેક વખત રજૂઆતો છતાં ધ્યાન આપવામાં આવ્યું નથી.

આ અંગે આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીને રજૂઆત કરતા તેમણે પણ એમ કહ્યું હતું કે અહીં જ બાંધકામ થશે. આંગણવાડી અહિં બનશે તો તો ટ્રાફિક સમસ્યા ઊભી થશે અને અહિંનો ખર્ચ મોટો થયો હોવાનું સાબિત થશે તો તેનું આર્થિક નુક્સાન મહાનગરપાલિકાને થશે. હકીકતે આ ખર્ચ જવાબદાર અધિકારી પાસેથી વસૂલવું જોઈએ. આથી સત્વરે ગેરકાયદે બાંધકામ દૂર કરી જગ્યા ખુલ્લી કરાવી આપવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh