Advertisement
Author: નોબત સમાચાર

વીજ કંપનીની કચેરીમાં મહિલા નગરસેવિકાએ ધમાલ મચાવ્યાની રાવ

નાયબ ઈજનેરને દંડો બતાવી ધમકી આપીઃ પોલીસ મથકે રજૂઆત માટે વીજકર્મીઓ ધસી ગયાઃ

જામનગર તા. ૧૧: જામનગરના લાલબંગલા પાસે આવેલી વીજ કંપનીની કચેરીમાં ગઈકાલે લાકડી સાથે ધસી ગયેલા કોંગ્રેસી મહિલા નગરસેવકે ધમાલ મચાવી દીધી હતી. પોતાના ઘરે સોલાર રૂફટોપ હોવા છતાં લાઈટ બીલ વધુ કેમ આવ્યું તેમ કહી નાયબ ઈજનેર સહિતના વીજ કર્મચારીઓને ધમકાવી એક મોબાઈલની લૂંટ ચલાવી હતી અને નાયબ ઈજનેરને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા અને ફરજમાં રૂકાવટ કરી ગર્ભીત ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસ સ્ટેશને રજૂઆત માટે મોટી સંખ્યામાં વીજકર્મીઓ દોડી ગયા હતા. પોલીસે એટ્રોસિટી એકટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના લાલબંગલા પાસે આવેલી પીજીવીસીએલ કચેરીમાં ગઈકાલે બપોરે બારેક વાગ્યે નાયબ ઈજનેર અજય કરશનભાઈ પરમાર પોતાની ચેમ્બરમાં ફરજ પર હાજર હતા ત્યારે ત્યાં કોંગી મહિલા નગરસેવક રચનાબેન નંદાણીયા લાકડી સાથે ધસી આવ્યા હતા.

ત્યાં આવતા પહેલાં રચનાબેને મીડિયાના ગ્રુપમાં મેસેજ કરી પોતે વીજ કંપનીની ઓફિસે વીજ અધિકારીઓને દંડો લઈને મારવા જતા હોવાનું જણાવી સાથે જેને આવવું હોય તે આવે તેમ જણાવી કિશન નામના વ્યક્તિને સાથે લઈ વીજ કંપનીની કચેરીએ આવી ગયા હતા. જ્યાં તેઓએ નાયબ ઈજનેરની ચેમ્બરમાં જઈ તેમની સાથે તથા અન્ય કર્મચારીઓ સાથે ગેરવર્તન આચર્યું હતું.

આ મહિલા નગરસેવિકા એ પોતાના રૂફટોપ સોલાર વાળા મકાનમાં આટલું લાઈટ બીલ કેમ આવ્યું તેમ કહી બીલ કાઢી આપો તેવી ઉગ્રતા સાથે માગણી કરી એલફેલ બોલ્યા હતા અને નાયબ ઈજનેર અજય પરમારનો રૂ. ૧૦ હજારની કિંમતનો મોબાઈલ ઝૂંટવી લઈ તેમને મારવા માટે લાકડી ઉગામી હતી અને ધમકી આપી હતી.

તે ઉપરાંત નગરસેવિકાએ મોબાઈલનો ઘા કરી તેમાં નુકસાની સર્જી હતી અને પોલીસમાં કોઈ ફરિયાદ કરશો તો તમને જોઈ લઈશ તેવી ગર્ભીત ધમકી પણ આપી હતી. નગરસેવિકાએ વીજ કચેરીમાં ધમાલ મચાવી દીધી હતી અને તેના પગલે દોડધામ થઈ હતી. ઉપરોક્ત મામલે રજૂઆત માટે ગઈકાલે સાંજે વીજ કંપનીના મહિલા સહિતના કર્મચારીઓ ઉમટી પડ્યા હતા અને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ધસી ગયા હતા.

આ બનાવ અંગે નાયબ ઈજનેર અજય પરમારે વિવિધ વત ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેઓની ફરિયાદ પરથી વીજ કંપનીના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરવા, લાકડી ઉગામી મારવાની ધમકી આપવા, ફરજમાં રૂકાવટ કરવા, મોબાઈલનો ઘા કરી તેમાં નુકસાની સર્જવા અને પોલીસ ફરિયાદ કરશો તો જોઈ લેવાની ધમકી આપવા અંગે ગુન્હો નોંધ્યો છે. ઉપરાંત અજય પરમાર અનુસૂચિત જાતિના હોવા છતાં તેમની સાથે ઉપરોક્ત વર્તન કરવા અંગે એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ પણ ગુન્હાની નોંધ કરવામાં આવી છે. જામનગરના એસસી-એસટી સેલના ડીવાયએસપીએ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh