Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વર્ષથી પોલીસને હાથતાળી આપતા હતાઃ
જામનગર તા. ૧૧: ધ્રોલના લતીપરમાં ૧૦ વર્ષ પહેલાં એક બાળકી પર પાંચ શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હતું. ગેંગરેપના આ ગુન્હામાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. તેમાંથી બે આરોપી વચગાળાના જામીન પર મુક્ત થઈ નાસી ગયા હતા. તે બંનેને પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધા છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાં અંદાજે દસેક વર્ષ પહેલાં અગિયારેક વર્ષની એક બાળકીને સીમ વિસ્તારમાં ઓરડીમાંથી ઢસડી જઈ પાંચ શખ્સે અમાનવીય રીતે સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવે જે તે વખતે ભારે ચકચાર ફેલાવ્યા પછી પોલીસે પાંચેય આરોપીને દબોચી લઈ અદાલત સમક્ષ રજૂ કર્યા હતા.
આ આરોપીઓને પાંચ વર્ષ પહેલા અદાલતે સજા ફટકારી હતી. જેમાંથી મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઘોઘસા ગામના ઉગેરસીંગ મોટલા ચૌહાણ નામના શખ્સને આજીવન કેદની સજા આપવામાં આવી હતી. જ્યારે અલીરાજપુર જિલ્લાના ભુરીયા કૂવા ગામના ભોલા ખેમુભાઈ બુંદવડીયા નામના શખ્સને પણ આજીવન કેદની સજા ફટકારાઈ હતી.
આ બંને આરોપીઓ રાજકોટની જેલમાં સજા કાપતા હતા. ત્યાંથી ગઈ તા.૭-૮-૨૧ના દિને ૨૧ દિવસ માટે ભોલા ખેમુભાઈએ વચગાળાના જામીન મેળવ્યા હતા. તે પછી આ શખ્સ જેલમાં હાજર થયો ન હતો અને નાસી ગયો હતો. તેને જામનગરની પેરોલ ફર્લો સ્કવોડે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામમાંથી પકડી પાડ્યો છે.
આ ગુન્હાના બીજા આરોપી ઉગેરસીંગે પણ ગઈ તા.૨૩-૯-૨૧ના દિને ર૧ દિવસ માટે વચગાળાના જામીન મેળવ્યા હતા અને પોબારા ભણી લીધા હતા. તેને મોરબી જિલ્લાના નારણકા ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠેથી પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો છે. બંને શખ્સને રાજકોટ જેલમાં ધકેલી દેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial