Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વહેલી સવારે હથિયારોથી સજ્જ લોકો ખાણ પર ત્રાટક્યાઃ
ઈસ્લામાબાદ તા. ૧૧: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં કોલસાની ખાણમાં ગ્રેનેડ અને રોકેટથી હુમલો થતા ર૦ લોકોના મોત થયા છે. વહેલી સવારે ભારે હથિયારોથી સજ્જ લોકોએ ખાણ પર હુમલો કર્યો હતો.
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્થિત કોલસાની ખાણમાં મોટો હુમલો થયો છે. શસ્ત્ર લોકોેએ કોલસાની ખાણ પર હુમલો કર્ય. અત્યાર સુધીમાં ર૦ લોકોના મોતના અહેવાલ છે.
આ ઘટના શુક્રવારે વહેલી સવારે બલુચિસ્તાનના ડુકી વિસ્તારમાં બની હતી. અહીં સ્થિત જુનેદ કોલ કંપનીની ખાણો પર સશષા લોકોએ હુમલો કર્યો હતો. પોલીસ અધિકારી હુમાયુ ખાને જણાવ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારે ભારે હથિયારોથી સજ્જ લોકોએ ખાણ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ખાણ પર રોકેટ અને ગ્રેનેડથી પણ હુમલો કરવામાં આવ્યો હતો.
ડો. જોહર ખાન શાદીઝાઈના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ર૦ મૃતદેહો અને છ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા તા. ૬ ઓક્ટોબર, રવિવારે રાત્રે, બલુચ લિબરેશન આર્મીએ કરાચી ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ચીની નાગરિકો પર હુમલો કર્યો. આ આત્મઘાતી હુમલામાં બે ચીની નાગરિકો સહિત ત્રણ લોકો માર્યા ગયા હતાં, જ્યારે ૧૭ અન્ય ઘાયલ થયા હતાં. બીએલએ એ પોતે હુમલાની જવાબદારી લીધી હતી. હુમલા પછી ચીને પાકિસ્તાનમાંથી પોતાના ૪૦૦ નાગરિકોને પરત બોલાવી લીધા છે.
પાકિસ્તાન સરકાર પર ચીનના નાગરિકો અને ચીની પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે દબાણ કરવામાં આવ્યું છે. બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની ઝુંબેશ ૧૯૪૮ થી ચાલી રહી છે. બલુચ લિબરેશન આર્મી એટલે કે બીએલએ બંદુકના જોરે આઝાદીની માગ કરે છે. આ અલગતવાદી જુથ બલુચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય ભાગોમાં સેના અને અન્ય ઘણાં પ્રોજેક્ટ્સને નિશાન બનાવે છે. તાજેતરમાં જ ગ્રુપે ચીનના પ્રોજેક્ટ અને તેના નાગરિકો સામે મોરચો ખોલ્યો છે. તેનો આરોપ છે કે ચીન પાકિસ્તાન સરકાર સાથે મળીને બલુચિસ્તાનના સંસાધનોને લૂંટી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial