Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એમ.પી.શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ પર રાસ-ગરબાની જમાવટઃ
ખંભાળીયા તા. ૧૧: જામનગરમાં નવલી નવરાત્રિમાં યુવાનો મનભરીને રાસની રમઝટ બોલાવી રહ્યા છે, ત્યારે શહેરના રઘુવંશી ભાઈઓ અને બહેનો માટે બાયબાય નવરાત્રિ-ર૦ર૪નું ભવ્યાતી ભવ્ય આયોજન જામનગરના રઘુવંશી યુવા સંગઠન (લોહાણા યુવા પાંખ) જામનગર અને લોહાણા યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું છે. નવરાત્રિના પાવન અવસરે રઘુવંશી યુવા સંગઠન દ્વારા ૯ વર્ષથી બાય-બાય નવરાત્રિનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. આ વખતે તેમની સાથે લોહાણા યુથ ઓર્ગેનાઈઝેશન જોડાઈ તા. ૧૪ અને ૧પ ઓકટોબરના સાંજે ૭ વાગ્યે જામનગરના એમ.પી.શાહ ગ્રાઉન્ડ પર ફકત રઘુવંશી સમાજના ભાઈઓ તથા બહેનો માટે બાય-બાય નવરાત્રિ-ર૦ર૪નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના રઘુવંશી સમાજના યુવા-યુવતીઓ આ આયોજનમાં મોટી સંખ્યામાં આ વર્ષે પણ ઉમટી પડ્વા આહવાન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેરના અનેક શ્રેષ્ઠીઓ પણ હાજર રહેશે. લોહાણા જ્ઞાતિના વડીલોને પણ આ રાસોત્સવમાં પધારવા રઘુવંશી યુવા સંગઠન અને લોહાણા યુથ ઓર્ગેનાઝેશન દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે. તેમજ ખેલૈયાઓ માટે સરળતાથી પાસ મળી રહે તે માટે આ સંસ્થા દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં છ સ્થળોએ પાસ મેળવવાના કેન્દ્રો નક્કી કરવામાં આવે છે. જેમાં (૧) શ્રીજી મોબાઈલ સાધના કોલોની નિર્મલ વિઠલાણી મો. ૯૮ર૪૬ ૪૪પ૯પ (ર) અનુગ્રહ સ્ટોર રણજીત નગર બિનીત લાખાણી મો. ૯૪ર૭૪ ૧૧પ૦૯, (૩) ધી રણછોડદાસ ગોકળદાસ લીમડા લાઈન ચિંતન ચંદારાણા મો. ૯૯૭૪૮ ૭૮૭૧૯ (૪) શ્રીજી આઈસ્ક્રીમ પાર્લર પટેલ કોલોની શેરી નં. ૬, નિકેશ ગોકાણી મો. ૮૪૬૦૯ ૮ર૬૬૦, (પ) ધી ફ્રેગ્રન્સ પોઈન્ટ પંચવટી બેડેશ્વર રોડ પવન માનસતા મો. ૮ર૩૮૭ ૩૭૯૯૯, (૬) દીનદયાળ પ્રધાનમંત્રી મેડિકલ સ્ટોર લાલવાડી પ્રીત અમલાણી મો. ૮પ૩૦૪ ૧૯પ૦૧.
બાય-બાય નવરાત્રિ-ર૦ર૪માં વધુ માહિતી માટે આકાશ રાયઠઠ્ઠા (૯૮રપ૩ ૭૬૬૪૬) હિમેશ હિંડોચા (૯૪ર૮૧ ર૭૦૭૮), રાહુલ સોમૈયા (૯૮ર૪૮ ૭૪૭૪૯), યજ્ઞેશ અટારા (૬૩પ૧પ ૬૩૬ર૯), જિમિત દતાણી (૭૮૭૮૮ ૮૮૮૧પ), હિરેન નથવાણી (૯૯ર૪૦ ૭ર૬૦૦), પાર્થ નથવાણી (૮૧૪૦૩ ર૩૩૩૩), ચિંતન રાજાણી (૬૩પ૩૪૮૪૪ર૮), અમર ગોંદીયા (૯૬ર૪૬ ૯૧૬૯૯)નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial