Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાપુરની ટાટા કંપનીના અધિકારી-કર્મચારીઓએ આપી શ્રદ્ધાંજલિ
ખંભાળીયા તા. ૧૧: ટાટા ગ્રુપના રતન ટાટા તેમના સેવાકીય કાર્યો માટે પ્રસિદ્ધ છે. તેમનો ડોગ તથા પ્રાણી પ્રેમ પણ ખૂબ જ જાણીતો છે. નવી મુંબઈમાં ર૦૦ બેડની કૂતરા તથા પ્રાણીઓની સારવાર માટેની અદ્યતન સુવિધાવાળી ૧૬પ કરોડની પાંચ માળની હોસ્પિટલ તેમણે બનાવેલી તથા કેટલાયે શ્વાનને તેઓએ વિદેશમાં સારવાર માટે પણ વ્યવસ્થા કરાવી હતી.
તેમનું મૃત્યુ થતા તેમનો પાળીતો ડોગ ગોવા ખાધા પીધા વગર જ તેમના શબ પાસે બેઠો રહ્યો હતો તથા કોઈથી હટ્યા વગર પોતાના માલિકને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપી હતી.
મીઠાપુરની ટાટા કેમિકલ્સ તાતા સામ્રાજ્યનું નાનું પણ મહત્ત્વનું અંગ હોય ૧૯૯૭ માં રતન તાતા મીઠાપુર આવ્યા હતા તથા કંપનીની તથા ટાટા કેમિકલ શાખાની પણ મુલાકાત લીધી હતી તથા દ્વારકા જેવા પછાત વિસ્તારમાં તેમની ટાટા કંપની લોકોને રોજગારી આપે તથા શિક્ષણ આપે તેવા પ્રયત્નો તેમણે છેવટ સુધી ચાલુ રાખ્યા હતાં. ટાટા કેમિકલ્સના તમામ કર્મચારીઓએ મૌન પાડી સ્વ. રતન ટાટા શ્રદ્ધાંજલિ આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial