Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૧: ખંભાળિયામાં જર્જરીત કેનેડી પુલના સ્થાને નવો પુલ બનાવવાના કારણોસર પુલ ઉપરનો રસ્તો બંધ કરી દેવાયો છે, પણ ડાયવર્ઝનના પ્રશ્ને લોકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાથી પીડબલ્યુડી દ્વારા ડાયવર્ઝનનો રસ્તો પાકો માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરવાની જાહેરાત થઈ હતી. જે કામ શરૂ થવાના પ્રથમ દિવસે જ એક ટ્રક ડાયવર્ઝનમાં ફસાઈ જતા સીંગલ પટ્ટી રસ્તા પર રસ્તો બંધ થઈ ગયો હતો.
પીડબલ્યુડીના ઈજનેર તથા સ્ટાફની અત્યંત ધીમી અને નબળી કામગીરી અંગે ચોમેર આકરી ટીકા થઈ રહી છે. જો પાકું ડાયવર્ઝન બનાવવામાં વિલંબ થતો હોય તો પુલ તો કોણ જાણે ક્યારે બનશે?
અડધા કિ.મી.ના અંતરે જવા માટે લોકોને ૮-૧૦ કિ.મી.ના લાંબા અંતરના ધક્કા દરરોજ ખાવા પડતા હોય, લોકોમાં પીડબલ્યુડી તંત્ર વિરૂદ્ધ ઉગ્ર રોષ ફેલાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial