Advertisement
Author: નોબત સમાચાર

ઓનલાઈન ફ્રોડ માટે પોતાના બેંક ખાતા વાપરવા આપનાર ૧૧ સામે નોંધાયો ગુન્હો

આ શખ્સોના બેંક ખાતામાં થયા છે રૂ. ૪ કરોડ ઉપરાંત શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનઃ

જામનગર તા. ૧૧: જામનગર જિલ્લાના કેટલાક વ્યક્તિઓએ ઓનલાઈન ફ્રોડ આચરતા શખ્સોને પોતાના બેંક એકાઉન્ટ વાપરવા માટે આપ્યા હોવાની વિગતો સાયબર ક્રાઈમ સેલ સમક્ષ ખૂલતા કુલ ૧૧ શખ્સ સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે અને તમામની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સોના બેંક ખાતાઓમાં રૂ. ૪ કરોડ ઉપરાંતના શંકાસ્પદ ટ્રાન્ઝેકશન જોવા મળ્યા છે.

જામનગર જિલ્લાના અમૂક વ્યક્તિઓ દ્વારા ઓનલાઈન ફાયનાન્શિયલ ફ્રોડ આચરતી ગેંગને પોતાના બેંક એકાઉન્ટ વાપરવા માટે આપવામાં આવી રહ્યા છે તેવી વિગતો પ્રાપ્ત થતાં જામનગર સાયબર ક્રાઈમ સેલની ટીમે પીઆઈ આઈ.એ. ધાસુરાની સૂચનાથી અને પીએસઆઈ જે.એસ. ડેલાના વડપણ હેઠળ તપાસ શરૂ કરી ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું.

તે દરમિયાન આવા કેટલાક એકાઉન્ટમાં રૂ. ૪,૦૦,૦૬, ૪૮૨ ની રકમ ટ્રાન્સફર થઈ ગઈ હોવાનું જણાઈ આવતા આ બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ તેમજ કેવાયસી મેળવી સાયબર ટીમના કાળુભાઈ, વિક્કીભાઈએ વધુ ઝીણવટથી તપાસ આગળ ધપાવી હતી. તેમાં સાયબર ક્રાઈમની ગુન્હાહિત પ્રવૃત્તિ આચરતા શખ્સોને બેંક એકાઉન્ટ પુરા પાડતા કેટલાક શંકાસ્પદ નામો ઉભરી આવ્યા હતા.

કરોડો રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેકશન જેમાં થયા હતા તેવા ખાતાઓનું લીસ્ટ તૈયાર કરી આગળ વધારાયેલી તપાસમાં વારાફરતી ૧૧ વ્યક્તિઓના નામ મળી આવ્યા હતા. તેના પગલે સાયબર ક્રાઈમ ટીમના પો.કો. દર્શિત જે. સીસોદીયાએ ખુદ ફરિયાદી બની ૧૧ વ્યક્તિ સામે ગુન્હો નોંધાવ્યો છે.

વાઘેરવાડામાં રહેતા આમીરહુસેન હનીફ ગંઢાર, ચારણફળીમાં રહેતા મયુર મનહરલાલ સોઢા, ગુલાબ નગર પાસે રહેતા ઉબેદ ઓસમાણ ગોધાવીયા, જૂના નાગનાના મહેન્દ્ર રામજીભાઈ કણઝારીયા, રબાની પાર્કવાળા ઝફરઉલ્લાખાન સુલતાનખાન લોદી, બાસીતખાન ઝફરઉલ્લા ખાન લોદી, પટેલવાડીમાં રહેતા આનંદ હિતેશભાઈ ચોથાણી, વાઘેરવાડાવાળા મોહેબઅલી મહેબુબ મકવાણા, મારૂતીનંદન સોસાયટીવાળા દેવરાજ બાબુભાઈ ચોવટીયા, રામેશ્વરનગરવાળા સમીર હસમુખભાઈ ટીકરીયા, માતૃ આશિષ સોસાયટીવાળા મુકેશ અરવિંદભાઈ રાઠોડ નામના ૧૧ વ્યક્તિએ આવી ટોળકીઓને પોતાના બેંક એકાઉન્ટને વાપરવા આપ્યા હોવાનું બહાર આવ્યું છે ત્યારે તે તમામ સામે બીએનએસની કલમ ૩૧૮ (૪), ૬૧ (ર) ૩ (પ), આઈટી એક્ટની કલમ ૬૬ (ડી) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે અને અગિયારેય આરોપીની અટકાયત કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh