Advertisement
Author: નોબત સમાચાર

હવાઈચોકમાં આવેલી ભાડૂતી દુકાન ખાલી કરાવવા અંગેનો દાવો થયો રદ્દ

ભાડૂતના પુત્રને પેટા ભાડૂત ન કહી શકાયઃ અદાલત

જામનગર તા. ૧૧: જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલી વાણંદકામ અંગેની દુકાનનો ભાડૂતી કબજો ખાલી કરાવવા માટે તે દુકાનના નવા માલિકે અદાલતમાં દાવો કર્યોે હતો. તે દાવાના હુકમ સામે કરાયેલી અપીલ ચાલી જતા અદાલતે દુકાન માલિકનો દાવો રદ્દ કર્યાે છે.

જામનગરના હવાઈચોક વિસ્તારમાં વર્ષાેથી આવેલી અને હેર કટીંગ સલુન તરીકે ઉપયોગમાં લેવાતી દુકાનના નવા માલિક સોની હરીલાલ લાલજીભાઈએ અદાલતમાં દાવો કરી જણાવ્યું હતું કે, ભાડાની રશીદ પરથી મોહનભાઈ પોપટલાલ ચારોલા નામના ભાડૂતે તે દુકાન છોટુભાઈ પોપટલાલ ચારોલાને પેટા ભાડે આપી દીધી છે. તેથી ભાડુત આ જગ્યા ખાલી કરી આપવા જવાબદાર છે.

તે દાવામાં પ્રતિવાદીએ દલીલ કરી હતી કે, તે દુકાન પોપટલાલ વેલજી ચારોલાએ ભાડે રાખી હતી. તેમના નામનું વીજ જોડાણ પણ છે. તેમની સાથે પુત્ર મોહનભાઈ અને છોટુભાઈ ધંધો કરતા હતા. તેની ભાગીદારી પેઢી તરીકે નોંધ કરાવાઈ હતી તેમાં પણ મૂળ ભાડૂતના પુત્ર ધંધો કરતા હતા અન્ય પુત્ર છૂટા થઈ જતાં છોટુભાઈ ચારોલાએ તે ધંધો સંભાળ્યો હતો. તે સંજોગોમાં છોટુભાઈ પેટા ભાડૂત કહી શકાય નહીં.

આ દાવાનો હુકમ મકાન માલિકની તરફેણમાં થતા ભાડૂતે જિલ્લા અદાલતમાં અપીલ કરી હતી. તે અપીલ ચાલી જતાં અદાલતે ભાડાવાળી જગ્યા ખાલી કરવાનો દાવો રદ્દ કર્યાે છે. છોટુભાઈ તરફથી વકીલ અનિલ કોઠારી, રવિન્દ્ર વાઘેલા, વિશાલ વાઘેલા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh