Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવતીકાલે સાંજે સિંધી સમાજ દ્વારા કરાશે રાવણ દહ્નઃ શોભાયાત્રા

રાવણ, મેઘનાદ, કુંભકર્ણની ઊંચી પ્રતિમાઓ થઈ રહી છે તૈયારઃ

જામનગર તા. ૧૧: જામનગરમાં સિંધી સમાજ દ્વારા રાવણના પૂતળાનું દહ્ન કરાશે. આ માટે લંકાપતિ રાજા રાવણની ૩પ ફૂટ અને મેઘનાદ તેમજ કુંભકર્ણની ૩૦ ફૂટના કદની પ્રતિમાઓ તૈયાર થઈ રહી છે. આ સંદર્ભે શોભાયાત્રા પણ નીકળશે.

જામનગરના પ્રદર્શન મેદાનમાં આવતીકાલ શનિવાર, તા. ૧ર ના વિજ્યાદશમી નિમિત્તે જામનગરમાં સિંધી સમાજ દ્વારા પ્રતિવર્ષની માફક રાવણના પૂતળા દહ્નનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં શનિવારે સાંજ પછી પ્રદર્શન મેદાનમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહ્ન કરવામાં આવનાર છે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

સિંધી સમાજ દશેરા કમિટીના આગેવાનો, કારોબારી સભ્યો એવા પરમાણંદભાઈ ખટ્ટર, જી.કે. ગંગવાણી, પ્યારેલાલ રાજપાલ, હરેશ ગનવાણી સહિતનાઓ દ્વારા કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઊઠાવવામાં આવી રહી છે. જેમાં લંકાપતિ રાજારાવણની ૩પ ફૂટના કદની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે, અને તેમાં મોટી માત્રામાં દારૂ ગોળો ભરવામાં આવ્યો છે.

આ ઉપરાંત મેઘનાથ અને કુંભકર્ણની ૩૦ ફૂટના કદની પ્રતિમાઓ તૈયાર થઈ રહી છે. જેમાં પણ મોટી સંખ્યામાં દારૂખાનું સમાવવામાં આવ્યું છે. સાથોસાથ નાનકપુરીથી શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. જે શહેરના રાજમાર્ગો પર ફરીને પ્રદર્શન ગ્રાઉન્ડમાં પરિપૂર્ણ થશે. જેમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી આદર્શ ભારતમાતા ગરબી મંડળમાં દેવી-દેવતા અને મહાપુરુષોની વેશભૂષા ધારણ કરનાર કલાકારો પણ સામેલ થશે, અને ઘોડે સવારી કરીને અથવા અન્ય રીતે શોભાયાત્રામાં જોડાશે એ નગરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો શ્રીમતી રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, પૂર્વ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટર, ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલ કગથરા, ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, પૂર્વ ડે. મેયર શ્રીમતી રેખાબેન શર્મા, વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર શ્રીમતી બબીતાબેન લાલવાણી, વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટર શ્રીમતી લીલાવંતીબેન ભદ્રા, આયોજકો તથા દાતાઓ ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh