Advertisement
Author: નોબત સમાચાર

સિવીલ કોર્ટમાં પાર્ટીશન અંગે, દસ્તાવેજો રદ કરવા અંગે તથા મનાઈ હુકમનો દાવો દાખલ

જામનગરના કરોડોની જમીનના પ્રકરણમાં

જામનગર તા. ૧૧: જામનગરમાં રહેતા મધુબેન નાથાભાઈ નકુમ વા-ઓ મહેન્દ્રભાઈ પરમાર તેની સહ માલિકોની જામનગર નગર સીમના રણજીતસાગર રોડ પર આવેલ કરોડોની કિંમતની અલગ-અલગ છ સર્વે નંબર વાળી ખેતીની જમીન કે જેમાં રેવન્યુ રેકર્ડે વાદી મધુબેન સહિત કુલ ત્રેવીસ વારસદારો અને સહ માલિકોના નામ ચાલે છે તે જમીન વાદીની સહી અને સહમતી વગર તેના ભાઈઓ તથા ભાઈઓના વારસદારો દ્વારા આ જમીન પૈકીની જમીનો વેચાણ કરી નાખેલ જેમાં રેવન્યુ સર્વે નંબર ૭૮૮-૧ પૈકીની રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નં. ૮૦ર૦-ર૪ થી તા. ર૧-૮-ર૪ ના જમનભાઈ ફળદુ તથા હરદાસભાઈ ખવાના નામે દસ્તાવેજ કરી નાખવામાં આવેલ તથા સર્વે નં. ૯૭૭ પૈકી વાળાની ખેતીની જમીનનો દસ્તાવેજ જમનભાઈ ફળદુના નામે દસ્તાવેજ નં. ૮૦રર/ર૪ થી તા. ર૧-૮-ર૦ર૪ના કરી નાખવામાં આવેલ તથા સર્વે નં. ૧૦ર૭/૧ તથા સર્વે નં. ૧૦ર૭/ર પૈકીની જમીનનો દસ્તાવેજ લાભુબેન ફળદુ નામે રજીસ્ટર દસ્તાવેજ નં. ૮૦ર૧/ર૪ થી કરી નાખવામાં આવેલ તથા સર્વે નં. ૧૦ર૮/૧ પૈકીવાળી ખેતીની જમીનનો દસ્તાવેજ જયેન્દ્રભાઈ મુંગરા તથા ગોરધનભાઈ ભંડેરીના નામે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ નં. ૮૦ર૩/ર૪ થી તા. ર૧-૮-ર૦ર૪ ના કરી નાખવામાં આવેલ છે.

આ તમામ દસ્તાવેજો વાદી મધુબેન તથા અન્ય વારસદારોની જાણ બહાર ત્રેવીસ સહ માલિકો પૈકી તેર સહ માલિકોએ વેચાણ દસ્તાવેજ કરી આપેલાનું જાણ થતા મધુબેન દ્વારા રેવન્યુ રેકર્ડે આ દસ્તાવેજો સામે વાંધા અરજી આપવામાં આવેલી જેથી રેવન્યુ રેકર્ડએ તકરારી કેસો દાખલ થયેલા છે તે ઉપરાંત મધુબેન દ્વારા પોતાના વકીલ ચંદ્રેશ એન. મોતા મારફતે આ કરોડોની કિંમતી જમીનમાં ચાર દસ્તાવેજો અવિભાજ્ય હિસ્સાના તેઓની જાણ બહાર થયેલ હોઈ તેઓ પર આ જમીનમાં સહ માલિકી હોય તાત્કાલિક ધોરણે જામનગર સિવિલ કોર્ટમાં પોતાનો હિસ્સો અલગ કરી આપવા પર્ટીશનની દાદ તથા દસ્તાવેજો રદ કરવા અંગે તથા મનાઈ હુકમ મેળવવા દાવો દાખલ કરેલ છે.

આ દાવો દાખલ કરતા સમયે મધુબેનના વકીલ ચંદ્રેશ એન. મોતાની દલીલો ધ્યાને લઈ નામદાર સિવિલ કોર્ટએ દાવો દાખલ થતાની સાથે સુનવણીમાં ફરી મુદ્દત સુધીનો ટાઈટલ તથા કબ્જામાં યથાવત સ્થિતિ જાળવી રાખવાનો સ્ટેટસક્વોનો હુકમ કરેલ છે.

આ કેસમાં વાદી મધુબેન મહેન્દ્રભાઈ પરમાર તરફે વકીલ તરીકે ચંદ્રેશ એન. મોતા તથા મૈત્રી એમ. ભુત રોકાયેલા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh