Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાઃ ઢોર માટે અગાઉ જગ્યા મેળવવા થયેલા મોટા મોટા નિવેદનો હવામાં...!
ખંભાળીયા તા. ૧૧: ખંભાળીયા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જ રહ્યો છે જેના કારણે નગરજનો ભય સાથે ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
ખંભાળીયા શહેરમાં રખડતા ઢોરના પ્રશ્ને અગાઉ ઘણી વખત શહેરની આસપાસ ઢોરને રાખવાની જગ્યા અંગે રજુઆતો, ખાત્રી, રાહત થશે જેવા મોટા મોટા નિવેદનો સાથે કોઈને કોઈ નેતા-અગ્રણીની પ્રસિદ્ધિ થયે રાખતી હતી, પણ હાલના સંજોગો જોતા આ તમામ નિવેદનો હવામાં જ લટકેલા રહ્યા હોય તેમ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જ રહ્યો છે.
તાજેતરમાં જ બે ખૂટીયા વચ્ચે મેઈન બજારમાં લડાઈ થતાં એક કાપડની દુકાનમાં ઘૂસી ગયા હતા અને મોટું નુકસાન પહોંચાડ્યું હતુ. તથા કેટલાક લોકોને ઈજા પહોંચાડી હતી તેમજ વાહનોને નુકસાન થયું હતું.
ગઈકાલે શહેરના મુખ્ય માર્ગ જોધપુર નાકા ચોકમાં એક ગાય ગાંડી થઈ હોય તેમ મોટા શીંગડા સાથેની ગાય જે રિક્ષા કે છકડો કે વાહન નીકળે તેની પાછળ તીવ્ર ગતિથી દોડતી નીકળતા અને આવું વારંવાર થતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કેટલાક લોકોને અડફેટે લેવા પ્રયત્ન કરતા લોકો ઓટલા પરથી દુકાનોમાં ઘુસી ગયા હતાં.
રસ્તા પર રખડતા ઢોર, રસ્તા પર વચ્ચે બેસતા હોય દરરોજ નાના-મોટા અકસ્માતો સાથે રખડતા ઢોર અત્યાર સુધીમાં અનેકને ઘાયલ તો ઠીક પણ ત્રણેક લોકો તેમની હડફેટે યમરાજા પાસે પહોંચી ગયા છતાં રખડતા ઢોરનો ત્રાસ સતત ચાલુ રહ્યો છે. રખડતા ઢોરને પકડવા અને પાંજરા પોળ કે સલામત સ્થળે રાખવા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial