Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ પહેલા ૧૭ ઓગસ્ટે સાબરમતી એક્સપ્રેસના રર ડબ્બા ખડી પડ્યા હતાં:
કાનપુર તા. ૯: કાનપુરમાં કાલિન્દી એક્સપ્રેસને ઊડાવી દેવાનું ષડ્યંત્ર ઘડાયું હોવાની આશંકા હેઠળ તપાસ શરૂ થઈ છે. ટ્રેક પર રાખેલા આઈપીજી સિલિન્ડર સાથે ટ્રેન અથડાઈ અને નજીકમાં પેટ્રોલ અને ગનપાઉડર ભરેલી બોટલો મળી હતી. પોલીસે સ્થળ પરથી પેટ્રોલ, માચીસની લાકડી અને ગનપાઉડરથી ભરેલી બોટલ પણ મળી આવી હતી.
ઉત્તરપ્રદેશના કાનપુર નજીક એક મહિનાની અંદર ટ્રેન દુર્ઘટનાનું વધુ એક ષડ્યંત્ર પ્રકાશમાં આવ્યું છે. રવિવારે રાત્રે લગભગ ૮૩૦ વાગે પ્રયાગરાજથી ભિવાની જતી કાલિન્દી એક્સપ્રેસ રેલવે લાઈન પર રાખેલા એલપીજી સિલિન્ડરથી ભરેલા સાથે અથડાઈ હતી. ૧૭ મી ઓગસ્ટની રાત્રે લગભગ ર-૩૦ વાગ્યે સાબરમતી એક્સપ્રેસના રર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. રેલવેએ પણ આ અકસ્માતમાં ષડ્યંત્ર હોવાની વાત કરી હતી.
પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૮ સપ્ટેમ્બરે રાતરે લગભગ ૮-૩૦ વાગ્યે કાલિન્દી એક્સપ્રેસ અનવરગંજ કાસગંજ રેલવે લાઈન પર બરાજપુર અને બિલ્હૌર વચ્ચે રેલવે ટ્રેક પર રાખવામાં આવેલા એલપીજીથી ભરેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી. લોકો પાયલટે જણાવ્યું કે તેણે ટ્રેક પર કોઈ શંકાસ્પદ વસ્તુ જોઈ ત્યારપછી તેણે બ્રેક લગાવી, પરંતુ તે પછી પણ તે વસ્તુ ટ્રેન સાથે અથડાઈ અને જોરદાર અવાજ આવ્યો. ડ્રાઈવરે ટ્રેન રોકી અને ગાર્ડ અને અન્ય લોકોને આ અંગે જાણ કરી.
આ ઘટનાની તપાસ માટે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ અને અન્ય એજન્સીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે. એટીએસના કાનપુર અને લખનૌ યુનિટ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં અને પુરાવા એકત્ર કર્યા હતાં. ઘટનાની માહિતી મળતા જ અનવરગંજ સ્ટેશનના રેલવે સુપ્રિન્ટેન્ડન્ટ. આરપીએફ અને અન્ય રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં, જ્યારે સ્થળ પર તપાસ કરવામાં આવી તો પોલીસને ઝાડીઓમાંથી સિલિન્ડર, પેટ્રોલની બોટલ, માચીસ અને ગનપાઉડર જેવા ઘણા ઘાતક પદાર્થો પણ મળ્યા. અડધો કલાક રોકાયા પછી ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે આવીને તપાસ કરી હતી. તમામ શંકાસ્પદ વસ્તુઓ તપાસ માટે મોકલવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલા એડિશનલ કમિશનર હરિશ ચંદ્રાએ જણાવ્યું હતું કે, જેણે પણ આ કૃત્ય કર્યું છે તેની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવશે. હાલ તમામ મુદ્દે તપાસ ચાલી રહી છે. અમારી ફોરેન્સિક ટીમ પણ વિગતવાર સમીક્ષા કરી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial