Advertisement
Author: નોબત સમાચાર

પુરવણી બીલ વસૂલવા અંગે કરાયેલો દાવો કોર્ટમાં રદ્દ

તેર વર્ષ પહેલાં અપાયું હતું બીલઃ

જામનગર તા. ૯: જામનગરના નવીવાસ વિસ્તારમાં આવેલી દરજી કામની દુકાનમાં તેર વર્ષ પહેલાં વીજ કંપનીએ ચેકીંગ કર્યા પછી વીજચોરીનો આક્ષેપ મૂકી રૂ. ૧,૧૮,૪૫૮નું બીલ આપ્યું હતું. તે બીલ વસૂલવા કરાયેલો દાવો અદાલતે રદ્દ કર્યાે છે.

જામનગરના નવીવાસમાં વર્ષ ૨૦૧૧માં વીજ કંપની દ્વારા કરાયેલા ચેકીંગમાં ઝાકીર ખાન શૌકતખાન પઠાણ નામના આસામી બાજુમાં થાંભલામાંથી વીજ જોડાણ મેળવી વપરાશ કરતા મળી આવ્યા હતા. આ દુકાન અરૂણાબેન દેવાણી નામના મહિલાની હોવાનું અને ઝાકીરખાન ભાડુત હોવાનું જે તે વખતે ખૂલ્યું હતું.

ત્યારપછી વીજ કંપનીએ ભાડુઆતને રૂ. ૧,૧૮,૪૫૮નું બીલ આપ્યું હતું. તે રકમ વસૂલવા વીજ કંપનીએ અદાલતમાં દાવો કર્યાે હતો. આ દાવો ભાડુતને હાજર ન કરાવી શકાતા મકાન માલિક સામે ચલાવાયો હતો. તે દાવો અદાલતે રદ્દ કરવાનો હુકમ કર્યાે છે. મકાન માલિક તરફથી વકીલ ચિરાગ કે. નથવાણી, ધર્મેશ સી. રાઠોડ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh