Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ચાલુ વાહને હ્ય્દયરોગનો હુમલો આવી જતાં પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું

ભેંસની સારવાર કરી રહેલાં પશુ ડોકટરનું બેશુદ્ધ બન્યા પછી મૃત્યુ

જામનગર તા. ૯: જામનગરના એક પ્રૌઢને ચાલુ વાહને હ્ય્દય રોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજયું છે. જ્યારે અલીયા ગામમાં ભેંસની સારવાર કરી રહેલાં પશુ ડોકટર બેશુદ્ધ બન્યા પછી મૃત્યુ પામ્યા છે અને સુભાષબ્રીજ પાસે એક ટ્રાન્સપોર્ટ નજીકથી બેભાન હાલતમાં મળેલા અજાણ્યા પુરૂષનું મૃત્યુ નિપજયું છે.

જામનગરના ગાયત્રીનગર શેરી નં. રમાં રહેતાં રાજુભાઈ પ્રેમજીભાઈ ગોહીલ (ઉ.વ. પર)નામના રાવળદેવ પ્રૌઢ શનીવારે રાત્રે પોતાના પત્ની સાથે વાહનમાં જતાં હતાં ત્યારે તેઓને છાતીમાં દુઃખાવો ઉપડતાં રાજુભાઈ ઢળી પડયાં હતાં. આ પ્રૌઢનું હ્ય્દય રોગના હુમલાથી મૃત્યુ થયાનું પુત્ર રચીન ગોહીલે પોલીસમાં જાહેર કર્યું છે.

જામનગર તાલુકાના અલીયા ગામમાં પશુ ડોકટર તરીકે પ્રેકટીશ કરતાં રીષભભાઈ રમેશભાઈ કાસુંદરા નામના તબીબ ગઈકાલે સવારે અલીયા ગામમાં જ રવીભાઈ કાસુંદરા નામના ખેડુતના ખેતમાં તેમની બીમાર પડેલી ભેંસની સારવાર માટે ગયા હતાં. જ્યાં તેઓને ચક્કર આવી જતાં બેભાન બની ઢળી પડયા હતાં. આ તબીબને સારવાર માટે જાંબુડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જ્યાં તેઓનું મૃત્યુ થયું છે. મૃતકના પીતા રમેશભાઈ મોહનભાઈ કાંસુદરાએ પોલીસને જાણ કરી છે.

જામનગરના સુભાષબ્રીજ પાસે આવેલા કુદરત રોડલાઈન્સ નામના ટ્રાન્સપોર્ટના શટર પાસેથી શનીવારે બપોરે બેતાલીસ વર્ષની વયના લાગતાં એક યુવાન બેભાન જેવી હાલતમાં મળી આવતાં ટ્રાન્સપોટર ઈસ્માઈલ શેરમામદ મલેકે તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે. પોલીસે ઈસ્માઈલભાઈનું નિવેદન નોંધી મૃતદેહને પીએમ માટે ખસેડયો છે. અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh