Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાના સર્વે દરમિયાન તાવના ૧૩૯ કેસ નોંધાયા

ડોર ટુ ડોર સર્વેમાં

જામનગર તા. ૯: જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના નાગરિકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે માનનીય કમિશનરના માર્ગદર્શનમાં ઓ.પી.ડી. સેવાઓને સુદૃઢ કરવામાં આવી છે. શહેરમાં ગઈકાલે કરવામાં આવેલ આરોગ્યવિષયક કામગીીમાં ૧ર આરોગ્ય કેન્દ્રમાં ૮૬૪ દર્દીઓઓમાં સામાન્ય ઝાડાના ૧૬, શરીદી-ઉધરસના ૩૯, સામાન્ય તાવના ૧ર કેસ જોવા મળ્યાહતાં. હેલ્થ અને વેલનેસ સેન્ટરની ઓ.પી.ડી.માં પ૧૬ લોકોએ લાભ લીધો. આમ શહેરના કુલ ૧૩૮૦ લોકોએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો.

ઓ.પી.ડી. સેવાઓ દરમિયાન લોકજાગૃતિ આવે તે માટે મુલાકાતે આવતા દર્દીઓને પાણીજન્ય રોગચાળા તથા વાહકજન્ય રોગચાળાથી બચવા અંગેની પત્રિકાઓનું તથા ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજે શહેરમાં અલગ અલગ ૧૦૮ જગ્યાઓએથી આરોગ્ય વર્કર દ્વારા રેસીડ્યુલ ક્લોરીન ચેક કરવામાં આવ્યું. જેમાં તમામ જગ્યાએ ૦.ર થી ૦.પ જેટલો રેસીડ્યુલ ક્લોરીન જોવા મળ્યો હતો. ૧ર,૩ર૧ જેટલી ક્લોરીનની ગોળી તથા ર૪૦ ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કરવામાં આવેલ.

વાહકજન્ય રોગચાળા નિયંત્રણ અંગે કરવામાં આવેલ કામગીરીની વિગત જોઈએ તો શહેરમાં મચ્છરજન્ય રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પત્તિને નિયંત્રિત કરી શકાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

તા. ૬-૯-ર૦ર૪ ના આરોગ્ય કેન્દ્રની સુપરવાઈઝર ૪૮, સર્વેલન્સ ટીમ ર૦૧ વસતિ પપ,પર૮ અને ઘર ૧૭,૮૭૬ તથા ૮૦૪,૯૭ પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરોક્ત ઘરોમાંથી સામાન્ય તાવના ૧૩૯ કેસ મળેલ, જેમને સ્થળ પર સારવાર આપવામાં આવેલ.

ઉપરોક્ત ઘરોમાંથી ૩૬૮ ઘરોમાં ૪૦૭ પાણીના પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળેલ, જેનો નાશ કરવામાં આવેલ. પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે ૯૮૯પ પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવેલ તથા ૩૮૬ પત્રોમાંથી પાણી ખાલી કરાવેલ. આજે ૩૭ સેલરમાં પાણી ભરેલા જોવા મળતા તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh