Advertisement
Author: નોબત સમાચાર

પોલીસના સેટીંગના બહાને ધ્રોલના યુવક પાસેથી બે શખ્સે રૂ. એક હજાર પડાવી લીધા

પોલીસ જમાદાર તરીકે ખોટી ઓળખ આપી જમાવી ધાકઃ

જામનગર તા. ૯: ધ્રોલમાં રહેતાં એક યુવાનને જોડીયાના પોલીસ જમાદાર બોલતા હોવાની ખોટી ઓળખ આપી એક શખ્સે ફોન પર ગેરવર્તન કર્યા પછી બીજા શખ્સે સેટીંગ કરવું પડશે તેમ કહી ધમકાવ્યા હતાં અને ડરી ગયેલા ધ્રોલના યુવાન પાસેથી આ શખ્સોએ રૂપિયા ૧૦૦૦ પડાવી લીધા હતાં. આ બાબતની પોલીસમાં ફરીયાદ કરાતાં બન્ને આરોપીના સગડ દબાવાયા છે.

ધ્રોલ શહેરમાં એસ.ટી. રોડ પર રહેતાં ભુપતભાઈ રણછોડભાઈ મકવાણા નામના યુવાનને ગઈ તા. ૩૧ની સવારે ધ્રોલ તાલુકાના વાગુદડ ગામના જયદીપ લાબડીયા નામના શખ્સે ફોન કરીને પોતે જોડીયા પોલીસ સ્ટેશનના જમાદાર રાજદીપસિંહ બોલે છે તેમ કહી ખોટી ઓળખ આપી હતી. આ શખ્સને ફોનમાં ગેરવર્તન કરી ભુપતભાઈને ધમકાવ્યા હતાં.

તે ઉપરાંત આ શખ્સે પોતાના મિત્ર ધ્રોલના માંડા ભરવાડ સાથે મળી પોલીસને સેટીંગના પૈસા આપના છે તેમ કહી બળજબરીથી રૂપીયા ૧૦૦૦ પડાવી લીધા હતાં અને તારીખ ૩ની રાત્રી સુધીમાં અવાર-નવાર બન્ને શખ્સે ફોન કરી ભુપતભાઈને હેરાન-પરેશાન કરી નાખ્યા હતાં. આ બાબતની ભુપતભાઈએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે નકલી પોલીસ જયદીપ લાબડીયા અને માંડા ભરવાડની શોધ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh